શનિવાર, 17 નવેમ્બર, 2018

પંકજ અડવાણી ૨૦મું વર્લ્ડ ટાઈટલ જીત્યો



- સળંગ ત્રીજા વર્ષે વર્લ્ડ બિલિયર્ડ્ઝમાં ચેમ્પિયન


- ૧૫૦ ફોર્મેટનું ટાઈટલ જીત્યા બાદ હવે 'અપ' ફોર્મેટની હરિફાઈમાં ઉતરશે



ભારતીય ક્યુઈસ્ટ પંકજ અડવાણીએ મ્યાનમારમાં યોજાયેલી આઇબીએસએફ વર્લ્ડ બિલિયર્ડઝ ચેમ્પિયનશીપ જીતી લીધી હતી. પંકજ અડવાણીએ વર્લ્ડ બિલિયર્ડઝની ૧૫૦ ફોર્મેટની ચેમ્પિયનશીપમાં સતત ત્રીજી વખત વર્લ્ડ ટાઈટલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે પકંજના કુલ વર્લ્ડ ટાઈટલ્સની સંખ્યા ૨૦ થઈ ગઈ છે.


ફાઈનલમાં પંકજે મ્યાનમારના નાય થ્વાય ઓ નામના ખેલાડીને હરાવ્યો હતો. નોંધપાત્ર છે કે, વર્લ્ડ બિલિયર્ડઝમાં પહેલી વખત મ્યાનમારનો ખેલાડી ફાઈનલ સુધી પહોંચ્યો હતો. મ્યાનમારના નાય થ્વાય ઓ એ સેમિ ફાઈનલમાં ૫-૨થી માઈક રસેલને હરાવ્યો હતો. જ્યારે પંકજ અડવાણીએ ડેવિડ ક્યુસીયર સામે વિજય મેળવ્યો હતો. 

પંકજ અડવાણી આ ટાઈટલ જીત્યા બાદ વર્લ્ડ બિલિયર્ડઝના લાંબા ફોર્મેટ કે જે 'અપ' ફોર્મેટ તરીકે ઓળખાય છે, તેમાં ભાગ લઈ રહ્યો છે. 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો