દિલ્હી: PM નરેન્દ્ર મોદીએ KMP એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કુંડલી-મનેસર-પલવલ(KMP) એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કર્યુ. એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરવાની સાથે જ વડાપ્રધાને
ગુરુગ્રામમાં રેલીને સંબોધિત કરી. આ એક્સપ્રેસ વેના ઉદ્ધાટનની સાથે જ હવે રાજધાની દિલ્હીને
બહારથી આવનાર વાહનોથી રાહત મળશે. એક્સપ્રેસ-વેની મદદથી રાજધાનીને પ્રદૂષણથી રાહત મળશે.
આ રૂટ ખુલ્યા
બાદ દિલ્હીમાં પ્રદૂષણ ઘટવાની સંભાવના છે કેમ કે રાષ્ટ્રીય રાજધાનીમાં આવનાર
ટ્રકોને એક બાઈપાસ રસ્તો મળી જશે. એક્સપ્રેસનો 53 કિલોમીટર ભાગ પહેલાથી ચાલુ છે પરંતુ સોમવારે
આખા રસ્તાનું ઉદ્ધાટન થયા બાદ કુલ 136 કિલોમીટર લાંબા રૂટ પર ટ્રાફિક શરૂ થઈ જશે.
2009માં એક્સપ્રેસ-વેની કંન્સટ્રક્શન કંપનીએ પોતાનુ કામ રોકી દીધુ હતુ પરંતુ
કેન્દ્ર સરકાર વચ્ચે બચાવ બાદ 2016માં કામ ફરી શરૂ થયુ. આ સાથે જ ચાર લેનના પ્રસ્તાવિત આ એક્સપ્રેસ વેને 6 લેનમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો