વિમેન્સ વર્લ્ડ બોક્સિંગમાં મેરી કોમનો
વિજયી પ્રારંભ
- ભારતની ચાર બોક્સરો ક્વાર્ટર
ફાઈનલમાં
- લોવલીના અને ભાગ્યવતી પણ અંતિમ
આઠમાં પ્રવેશ્યા : સરિતા દેવીનો પ્રિ-ક્વાર્ટરમાં પરાજય
પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલી ભારતની ૩૫ વર્ષીય
મહિલા બોક્સર મેરી કોમે ઘરઆંગણે શરૃ થયેલી વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં વિજયી પ્રારંભ
કર્યો હતો. મેરી કોમે ૪૮ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં વિજયી પંચ સાથે શુભારંભ
કરતાં કઝાખ્સ્તાનની એ. ક્લાસેનાયેવાને ૫-૦થી હરાવી હતી. આ જીતની સાથે મેરી કોમે
ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. મેરીની સાથે ભારતની અન્ય ત્રણ બોક્સરો
પણ અંતિમ આઠમાં પ્રવેશી હતી, જેમાં
મનીષા મૉન, લોવ્લીના બોર્ગોહાઈન અને
ભાગ્યવતી કચારી સમાવેશ થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો