આઝાદી પછી લંડન તરફથી ભારતને મળી
અત્યાર સુધીની સૌથી મોટી ભેટ
ભારતના સ્વતંત્રતા દિવસના સમારોહ દરમિયાન
બુધવારે લંડન મેટ્રોપોલિટન પોલીસ તરફથી એક મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે. બિહારમાં નાલંદાના એક સંગ્રહાલયમાંથી લગભગ 60 વર્ષ પહેલા ચોરી કરાયેલી બુદ્ઘની 12મી સદીની એક
કાંસ્ય મૂર્તિ લંડન પોલીસે ભારતને પરત કરી છે. ચાંદીની હાથ કારીગરીવાળી આ કાંસ્ય
મૂર્તિ 1961માં નાલંદામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ
સંસ્થા (ASI)ના એક સંગ્રહાલયમાંથી ચોરી કરાયેલી 14 મૂર્તિઓમાંથી એક છે.
લંડનમાં હરાજી માટે સામે આવ્યા પહેલા તે
વર્ષો સુધી ઘણા લોકો પાસે આવી ચૂકી હતી. મેટ્રોપોલિટન પોલીસ અનુસાર ડીલર અને
માલિકે આ મૂર્તિ વિશે જણાવ્યું કે, આ તે જ મૂર્તિ છે તે ભારતમાંથી ચોરી કરવામાં આવી હતી. ત્યારે તેમણે
પોલીસની કલા અને પુરાતત્વ ખાતા સાથે સહયોગ કર્યો અને તેને ભારતે પાછી આપવા માટે
રાજી થઈ ગયા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો