ગુરુવાર, 16 ઑગસ્ટ, 2018

શા કારણે તિરંગામાંથી ચરખો કાઢી ભૂરા રંગના 24 આરાવાળું ચક્ર રખાયું ?
Image result for india flag

15મી ઓગસ્ટ એટલે દેશની આઝાદીનું પર્વ. ત્યારે આજની પેઢીના બાળકો અને યુવાનોને કદાચ જાણ નહીં હોય જે આઝાદી બાદ ભારતના રાષ્ટ્ર ધ્વજમાં ચરખાને બદલે અશોક ચક્ર ની જેમ પસંદગી કરવામાં આવીઆનો એક રસપ્રદ ઈતિહાસ છે. આમ તો મહાત્મા ગાંધીજીની પ્રિય અને આઝાદીના જંગમાં જનજાગૃતિ માટે મહત્ત્વનું પરિબળ બનનારા ચરખાને બદલે અશોક ચક્રને લાવવામાં એક મુખ્ય કારણ એ હતું કે નિયમ મુજબ રાષ્ટ્રધ્વજ પરનું ચિત્ર બંને તરફથી એક સરખું દેખાવું જોઈએ જેથી ચરખાનું ચિહ્ન દૂર કરવામાં આવ્યું અને તિરંગામાં અશોક ચક્રને વિધિવત માન્યતા મળી ગઈ.

ધ્વજની લંબાઈ અને પહોળાઈ નું પ્રમાણ 2:3

ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી બંધારણ સભાએ આઝાદ ભારત માટે રાષ્ટ્રધ્વજ નક્કી કરવા ડો.રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં પંડિત જવાહરલાલ નહેરુ અને ડૉ. આંબેડકરની બનેલી રાષ્ટ્રધ્વજ સમિતિની રચના કરી હતી. અનેક સંગઠનો રાજપુરુષો અને અગ્રણીઓ પાસેથી અભિપ્રાયો મેળવ્યા બાદ તેના રચયિતાના દર્શન મુજબ કેસરી રંગ ત્યાગ અને બલિદાનસફેદ રંગ શાંતિસમાનતા અને સત્ય તેમજ લીલો રંગ શ્રદ્ધાસમૃદ્ધિ અને અહિંસાનું દર્શન કરાવે છે. ભારતના રાષ્ટ્ર ધ્વજમાં સઘળા પહોળાઇ સરખી છે. ધ્વજની લંબાઈ અને પહોળાઈ નું પ્રમાણ 2:3 છે.

નિયમાનુસાર ધ્વજ પરની ચિહ્ન બન્ને તરફથી એક સરખું દેખાવું જોઈએ

ધ્વજ પરનું પ્રતિક સારનાથ ખાતે અશોક સ્થંભની શીર્ષ પરના ચક્રની સાદૃશ્ય પ્રતિકૃતિ છે. વચલા સફેદ રંગના પટ્ટા જેટલી પહોળાઈમાં ઘેરા ભૂરા રંગના 24 વાળા ચક્ર સાથેનો ધ્વજ ઇ.સ. 1947 ની 22મી જુલાઇએ બંધારણ સભાએ વિધિવત રીતે સ્વીકાર્યો હતો. રાષ્ટ્રધ્વજ સમિતિએ ચરખાને બદલે અશોક ચક્ર નું સૂચન કર્યું કારણ કે નિયમાનુસાર ધ્વજ પરની ચિહ્ન બન્ને તરફથી એક સરખું દેખાવું જોઈએ તેથી ચરખો દૂર થયો.

સંસદ ભવનના સેન્ટ્રલ હોલ પર બંદુકની સલામી સાથે સૌ પ્રથમ વખત ફરકાવવામાં આવ્યો

14 ઓગસ્ટ, 1947ની મધ્યરાત્રીએ વિધાનસભા દ્વારા સત્તા ગ્રહણ ની પ્રસ્તાવના બાદ સરોજિની નાયડુની ગેરહાજરીમાં શ્રીમતી હંસાબેન મહેતા (ડૉ જીવરાજ મહેતાના પત્ની) તરફથી બંધારણ સભાને આ ઝંડો ભેટ આપ્યો અને 15 ઓગસ્ટ, 1947ના દિવસે ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનનાં પ્રવચન બાદ સંસદ ભવનના સેન્ટ્રલ હોલ પર બંદુકની સલામી સાથે સૌ પ્રથમ વખત ફરકાવવામાં આવ્યો હતો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો