ગુરુવાર, 16 ઑગસ્ટ, 2018
મહેસાણાના ASIનુ 15મી
ઓગ્સ્ટે રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માન
મહેસાણા જિલ્લા પોલીસ મા છેલ્લા 24વર્ષની ફરજ દરમિયાન લૂંટ, હત્યા
સહિત 225
જેટલા ગંભીર ગુનાઓ ઉકેલનારા જિલ્લા પોલીસના નિષ્ઠાવાન
સૈનિક એવા એએસઆઇ રહેમતુલ્લાખાન બહેલીમને 15મી
ઓગસ્ટે રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાશે.
મૂળ ખેરાલુના શિક્ષક પુત્ર રહેમતુલ્લાખાન આજમખાન બહેલીમ તેમના
દાદાની જેમ પોલીસ ખાતામાં જોડાવાની મહેચ્છા વચ્ચે ગ્રેજ્યુએશન બાદ વર્ષ 1994માં મહેસાણા જિલ્લા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા.
તેમણે બહુચરાજીમાં બેંક રોબરી બાદ થયેલી હત્યાનું પગેરું શોધવાથી માંડી ઉમતા જૈન
દેરાસરમાંથી કિંમતી મૂર્તિ ચોરીનો ભેદ ઉકેલી ટોળકીને ઝડપી લેવામાં મહત્વની ભૂમિકા
ભજવી હતી.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો