શનિવાર, 13 એપ્રિલ, 2019


જલિયાવાલા હત્યાકાંડને 100 વર્ષ થયા પૂરાં

Image result for jaliyawala hatya kand
13 એપ્રિલ 1919માં થયેલા જલિયાવાલા હત્યાકાંડને આજે 100 વર્ષ પૂર્ણ થયા. અમૃતસરમાં જલિયાવાલા બાગમાં બ્રિટન સેનાએ લોકો પર ગોળીબાર કર્યો હતો
આ હત્યાકાંડમાં 1000થી વધુ લોકો શહીદ થયા હતા તો 1500થી વધુ ઘાયલ થયા હતા. 

અંગ્રેજોના શાસનમાં થયેલા જલિયાવાલા બાગ હત્યાકાંડને ૧૦૦ વર્ષ પુરા થયા, જેને પગલે આ ગોઝારી ઘટનાને દેશભરમાં યાદ કરવામાં આવી હતી અને જે લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા તેમને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. આ એ જ હત્યાકાંડ હતો કે જેણે ભગતસિંહને હચમચાવી દીધા હતા અને તેઓ અંગ્રેજો સામે લડવા માટે નિકળી પડયા હતા. 
આ ઘટનાની ગાંધીજી, નેહરુ, પટેલ સહીતના સ્વાતંત્ર સેનાનીઓએ ટીકા કરી હતી અને જવાબદાર જનરલ ડાયર વિરુદ્ધ પગલા લેવા બ્રિટિશ શાસન પર દબાણ કર્યું હતું. આજે આ ઘટનાને જ્યારે ૧૦૦ વર્ષ પૂરા થયા છે ત્યારે દેશ ભાવૂક થયો છે અને અંગ્રેજોએ આચરેલા હત્યાકાંડને લઇને દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. 
૧૩મી એપ્રીલ ૧૯૧૯માં પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં બૈસાખીના તહેવાર નિમિત્તે બાળકો, મહિલાઓ સહીત અનેક લોકો એકઠા થયા હતા, સ્વતંત્રતાની લડાઇને સમર્થન આપવા માટે અનેક લોકો આ સભામા ચર્ચા રહ્યા હતા ત્યારે અચાનક જનરલ ડાયર બ્રિટિશ સૈનિકોને લઇને આવ્યો હતો અને અંધાધુંધ ગોળીબાર કરી દીધો હતો.
જેમાં મહિલાઓ બાળકો સહિત અનેક લોકો માર્યા ગયા હતા. આ ગોઝારા હત્યાકાંડને ૧૩મી એપ્રીલ ૨૦૧૯ના રોજ ૧૦૦ વર્ષ પૂર્ણ થયા હતા. પરીણામે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સહીતના નેતાઓ અને દેશના નાગરીકોને શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. 
જ્યારે પંજાબમાં અને અનેક સ્થળોએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે બે મિનિટનું મૌન પળાયુ હતું. જ્યારે ભારત સ્થિત બ્રિટિશ હાઇ કમિશનર ડોમિનિક એસકુથે જલિયાવાલા બાગની મુલાકાત લીધી હતી અને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
તેમણે સાથે જણાવ્યું હતું કે મારા પરદાદા એચએચ અસકીથ ૧૯૦૮થી ૧૯૧૬ દરમિયાન બ્રિટનના વડા પ્રધાન હતા. તેમણે  આ હત્યાકાંડને અતી નિમ્ન કક્ષાની ઘટના ગણાવી હતી. જલિયાવાલા બાગની વિઝિટર બૂકમા પણ બ્રિટિશ હાઇ કમિશનરે પણ આ હત્યાકાંડને અતી નિમ્ન કક્ષાનો ગણાવ્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો