દુનિયાના સૌથી
મોટા કદના વિમાને ભરી પહેલી ઉડાન, પાંખોનો
વ્યાપ ફૂટબોલ મેદાન જેટલો
દુનિયાના સૌથી
મોટા કદના વિમાને પહેલી વખત ટ્રાયલ માટે સફળતાપૂર્વક ઉડાન ભરી છે.
અમેરિકાના
કેલિફોર્નિયાના મોજાવે ડેઝર્ટ પરથી આ વિમાન ઉડ્યુ હતુ.બોઈંગ 747 પ્રકારનુ પેસેન્જર વિમાનમાં જે એન્જિન લગાડાય છે તેવા છ
એન્જિન સાથે આ વિમાને ટેક ઓફ કર્યુ હતુ.
અમેરિકાએ આ
વિમાનનુ નિર્માણ અંતરીક્ષામાં ઉપગ્રહો પહોંચાડવા માટે કર્યુ છે.હાલના સમયમાં ટેકઓફ
રોકેટની મદદથી ઉપગ્રહને અંતરીક્ષમાં મોકલવામાં આવે છે.તેની સરખામણીમાં પહેલા આ
વિમાનમાં રોકેટને લઈ જઈને તેના થકી ઉપગ્રહને અંતરીક્ષમાં મોકલવુ વધારે સહેલુ અને
ફાયદાકારક રહેશે તેવી ગણતરી છે.
વિમાનની
પાંખોનો વ્યાપ જ એક ફૂટબોલ મેદાન જેટલો છે.તેના પરથી અંદાજ આવી શકે છે કે આ વિમાન
કેટલુ મોટુ હશે.વિમાને લગભગ અઢી કલાક સુધી હવામાં ઉડ્ડયન કર્યુ હતુ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો