સેરબેરા ઓડોલમ વિશ્વનું સૌથી ઝેરી વૃક્ષ…
પૃથ્વી પરના દરેક છોડ અને વનસ્પતિ કોઇને કોઇ ઔષધિય ગુણ ધરાવે છે. ભારતના દક્ષિણકાંઠાના પશ્ચીમ વિસ્તારમાં દુનિયાનું સૌથી ઝેરી વૃક્ષ થાય છે.કેરલમાં ઓથાલાંગા તરીકે ઓળખાતા આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ સરબેરા ઓડોલમ છે.સરબેરા ઓડોલમ દેખાવમાં જેટલું લીલું અને આકર્ષક લાગે છે તેટલું જ ખતરનાક છે.
તેના ફળ,ફૂલ,પાન અને બીજ ખાવાથી માણસનું તરત જ મુત્યુ થાય છે.આથી તેને સ્યુસાઇડ ટ્રી તરીકે પણ
ઓળખવામાં આવે છે. આ વૃક્ષના બીજમાં સૌથી વધારે ઝેર હોય છે.આ ઉપરાંત
દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં પણ આ વૃક્ષ જોવા મળે છે.
 

 
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો