ઇસરોએ એક સાથે ૧૪ દેશોના ૩૧
ઉપગ્રહો અંતરિક્ષમાં તરતા મૂક્યા…
તા. 23 જૂન, 2017, શુક્રવાર, ૩૧માં ૧૪ દેશોના ૨૯ નેનો ઉપગ્રહો : ૪૪ મિટર ઊંચા રોકેટ દ્વારા કુલ ૯૫૫ કિલોના ઉપગ્રહો છોડાયા.
ભારતે અંતરીક્ષ ક્ષેત્રે ફરી એક ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ એક સાથે ૧૪ દેશોના ૩૧ સેટેલાઇટ લોંચ કર્યા હતા. આ સેટેલાઇટને પીએસએલવી સી૩૮ દ્વારા લોંચ કરવામાં આવ્યા હતા. અને સફળતા પૂર્વક તેને અંતરીક્ષમાં તરતા મુક્યા હતા. જીએસએલવી એમકે-૩ની સફળતા બાદ આ બીજી સીદ્ધી છે.
શુક્રવારે જે ૩૧ સેટેલાઇટ લોંચ કર્યા તેમાં ૨૯ વિદેશી નેનો સેટેલાઇટ પણ સામેલ છે.
ઇસરોના આ પીએસએલવી સી૩૮એ શુક્રવારે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી ઉડાન
ભરી હતી. આ રોકેટ દ્વારા છોડવામાં આવેલા આ સેટેલાઇટ્સનો કુલ વજન ૯૫૫ કિલોગ્રામ છે.
આ ઉપગ્રહોમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ચિલી, ચેજ, ગણરાજ્ય, ફિનલેંડ, ફ્રાંસ,
જર્મની, ઇટલી, જાપાન,
લાતવિયા, જિથુઆનિયા, સ્લોવાકીયા,
બ્રિટન અને અમેરિકા સહીત ૧૪ દેશોના ૨૯ નેનો ઉપગ્રહો પણ સામેલ છે.
કાર્ટોસેટ-૨ની સીરીઝમાં આ ત્રીજુ લોચિંગ છે. અને તેમાં સફળતા મળી ગઇ છે. જેને
વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો “સ્માર્ટ આઇ ઈન ધ સ્કાય” તરીકે બિરદાવી રહ્યા છે.
આ રિમોટ સેન્સિંગ સેટેલાઇટથી સંરક્ષણ ક્ષેત્રે ભારત અને અન્ય દેશોને ઘણો જ
ફાયદો થશે. અત્યાર સુધીમાં સૌથી વધુ સેટેલાઇટ મોકવાનો આ ઇસરોનો બીજો રેકોર્ડ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો