ભારતીય નૌસેનાને અમેરિકાના
અનઆર્મ્ડ ડ્રોન અપાશે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ભારતીય
નૌસેના માટે ખરીદાયેલા ડ્રોનનો સોદો પાર પડશે.અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના
કાર્યકાળમાં ભારત-અમેરિકા વચ્ચે ભારતીય નૌસેનાને બે અબજ ડૉલરના ખર્ચે ૨૨ અનઆર્મ્ડ
ડ્રોન આપવાનો સોદો થયો હતો.
આ ડ્રોન ભારત દરિયાઇ સર્વેઇલન્સ
કરવા માટે ખરીદી રહ્યું છે, જે પ્રિડેટર ડ્રોનની જેમ હુમલો કરવા સક્ષમ નથી
હોતા. નોંધનીય છે કે, અમેરિકાની કંપની જનરલ એટમિક
એરોનોટિકલ સિસ્ટમ દ્વારા ભારતને આ અનઆર્મ્ડ ડ્રોન પૂરા પાડવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો