'યોગ ડે'નો ફિવર અમેરિકા, ચીનમાં - હજારો લોકોએ યોગાસન કર્યા...
આમ તો ૨૧મીએ યોગ દિવસ ઉજવાશે પણ તે પહેલા જ અમેરિકા અને ચીન અને ભારતમાં તેની
ઉજવણીઓ શરૂ થઇ ગઇ છે. ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે અમેરિકામાં જુદા
જુદા સ્થળોએ હજારો લોકો એકઠા થયા હતા. વોશિંગ્ટનના ઐતિહાસિક નેશનલ મોલમાં લોકોએ
યોગ કર્યો હતો.
એનએસજીમાં ભારતના સભ્યપદનો વિરોધ કરનારા ચીને વિશ્વ યોગ દિવસ મામલે ભારતને
સમર્થન આપ્યું છે. જેથી ચીનમાં પણ આ વખતના ત્રીજા વિશ્વ યોગ દિનની ઉજવણી થઇ રહી
છે. બેઇજિંગનાં આઇકોનિક ગ્રેટ વોલ, તેમજ અનેક પાર્ક અને ગાર્ડનમાં પણ યોગની ઉજવણીની તડમાર તૈયારીઓ ચાલી રહી
છે.
ભારત અને ચીન વચ્ચે સંયુક્તી રીતે એક યોગ યુનિવર્સિટીની પણ
સ્થાપના કરવામાં આવી છે. જે પણ આ યોગ
દિનની ઉજવણીમાં જોડાશે. વર્જિનિયન ગવર્નર ક્રિસ વેન હોલેને પણ યોગ દિવસને ધામધુમથી
ઉજવવા માટે લોકોને આહવાન કર્યું છે. વિશ્વભરમાં સ્થિત ભારતીય દુતાવાસને પણ યોગ
દિવસની શૂભેચ્છાઓ મળી રહી છે. આમ હાલ ભારત ચીન, અમેરિકા સહીતના દેશોમાં યોગ દિનની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો