સોમવાર, 19 નવેમ્બર, 2018


વડનગરમાં તાનારીરી મહોત્સવમાં પાંચ મિનીટમાં 21 રાગ ગાવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો

-વડનગરમાં બે દિવસીય તાનારીરી મહોત્સવનું સમાપન

-ગિનીઝ બુક ઓફ વર્લ્ડની ટીમ સ્વરાધિકા ધારી પંચમદાની કળા માણી અભિભૂત બની


માત્ર પાંચ  જ મિનીટમાં વિવિધ ર૧ રાગ ગાવાની ઘટનાને ગિનીઝ બુકમાં સ્થાન મેળવી વર્લ્ડ રેકોર્ડ કરવાની સાથે રવિવારે વડનગરમાં યોજાયેલા બે દિવસીય તાના-રીરી મહોત્સવનુ સમાપન કરવામાં આવ્યુ હતુ. 

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે દેશમાં નૃત્ય અને ગીત સંગીત ક્ષેત્રના નામાંકીત કલાકારોને તાનારીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

છેલ્લા ૧પ વર્ષથી વડનગરમાં આવેલી સંગીત બેલડી તાના-રીરીની યાદમાં બે દિવસીય મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૧૭ અને ૧૮ મી નવેમ્બરે તાનારીરી સમાધી સ્થળે યોજાયેલી 

તાનારીરી મહોત્સવ દરમિયાન નૃત્ય અને સંગીતનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો.
અકબર બાદશાહના નવરત્નો પૈકીના સંગીત સમ્રાટ તાનસેને દિપક રાગ ગાતા શરીરમાં ઉઠેલી અગનજવાળાઓ ઠારવા નાગર કન્યાઓ તાના-રીરીએ મેઘમલ્હાર ગાયુ હતુ. આ સંગીત બેલડીની યાદમાં છેલ્લા ૧પ વર્ષથી વડનગર ખાતે તાનારીરી મહોત્સવ ઉજવાય છે.

બે દિવસીય મહોત્સવના અંતિમ દિને મુંબઈના ગજાનનુ સાલુકેસ્વરાધીકા ધારી પંચમદા,પદ્મભૂષણ ડૉ. 

શ્રીમતી એન.રાજમસંગીતકાર સુશ્રી સાધના સરગમઋષિકેશ સેનુદા જેવા દેશના પ્રખ્યાત કલાકારો દ્વારા 

શરણાઈ વાદનવાંસળી વાદનગીતોવાયોલીન વાદનઅને કલાત્મક નૃત્યો રજુ કરવામાં આવ્યા હતા.
સંગીત અને ભારતીય સંસ્કૃતીને દર્શાવતા નૃત્યોના અદભુત સમન્વય નિહાળી આ વિસ્તારના હજારો સંગીતપ્રેમીઓ અભિભૂત બન્યા હતા.

સળંગ ર૧ રાગ રજુ કરી સૌને ડોલાવ્યા
સ્વરાધિકા ધારી પંચમદાએ વડનગર ખાતે રાગ જોગથી શરૃ કરીને ભૈરવીબૈરાગીબસંતબુખારી,ભૈવરલલીતબીલાવલહિંડોલગુર્જરતોડીમુળતાનીમધુમતીભોપાલીયમનપૂર્વકલ્યાણ,મારવાવાચસ્પતિકલાવતીરાજેશ્રીગોરખ કલ્યાણશિવરંજનીદરબારીમાલકૌશ અને છેલ્લેે રાગ ભેરવી ગાઈને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો