World Music Day 2018
- જાણો, ક્યારે અને કેવી રીતે મ્યૂઝિક ડેની શરૂઆત
થઈ હતી
- આજે વિશ્વ યોગ દિવસની સાથે-સાથે
વિશ્વ મ્યૂઝિક ડે પણ મનાવવામાં આવી રહ્યો છે
તમે ખુશ હોવ કે
દુખી, સંગીત તમારા મૂડના અનુસાર હંમેશા તમારી સાથે રહે છે. સંગીત એક એવી દોસ્તી
છે.
જે તમારું
ડિપ્રેશન દૂર કરીને તમારો મૂડ સારો કરી શકે છે. આજે આખુંય વિશ્વ વર્લ્ડ યોગા
દિવસની સાથે-સાથે વર્લ્ડ મ્યૂઝિક ડે પણ મનાવી રહ્યું છે.
જાણો, શા માટે 21 જૂનના દિવસને વર્લ્ડ મ્યૂઝિક ડે તરીકે
મનાવવામાં આવે છે. શું છે આ દિવસની ખાસિયત...?
વર્લ્ડ મ્યૂઝિક
ડેનું આયોજન સૌથી પહેલા ફ્રાન્સમાં થયું હતું. ફ્રાન્સમાં આ જલસાને 'Fete
de la Musique'ના નામથી પણ ઓળખવામાં આવે છે.
હકીકતમાં
ફ્રાન્સના લોકોની સંગીત માટેની દિવાનગી જોઇને 21 જૂન 1982એ સત્તાવાર રીતે સંગીત-દિવસ જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદથી વિશ્વભરમાં
મ્યૂઝિક ડેની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે.
વર્ષ 1976માં અમેરિકાના જાણિતા સંગીતકાર જોએલ કોહેનએ ફ્રાંસમાં સંગીત પર આધારિત એક
જલસાનું આયોજન કર્યુ હતું. ત્યારબાદ દર વર્ષે 21 જૂને વર્લ્ડ
મ્યૂઝિક ડે મનાવવામાં આવે છે.
ખાસ વાત એ છે
કે આ જલસો દુનિયાના એક અથવા બે નહીં પરંતુ 31થી વધારે દેશોમાં
આયોજિત કરવામાં આવે છે. જેમાં અલગ-અલગ દેશોના સંગીતકાર પોત-પોતાના વાદ્યની મદદથી
આખી રાત પોતાના કાર્યક્રમ રજૂ કરતા રહે છે.
ફ્રાન્સમાં આ
સંગીતોત્સવ માત્ર 21 જૂને જ નથી મનાવવામાં આવતો
પરંતુ કેટલાય શહેરમાં આ દિવસની તૈયારીઓ એક મહિના પહેલાથી જ શરૂ થવા લાગે છે.
ત્યારબાદ સંગીત
સાથે સંકળાયેલા કેટલાય કાર્યક્રમ જેવા કે મ્યૂઝિક-રિલીઝ, સી ડી લૉન્ચિંગ, કૉન્સર્ટ્સ વગેરે દરરોજ જોવા મળે
છે. આટલું જ નહીં 3 દિવસ પહેલાથી શહેરનાં રસ્તા રિઝર્વ્ડ થઇ
જાય છે.
આ ઉત્સવમાં
અલગ-અલગ દેશમાંથી આવતાં જાણિતા સંગીતકાર લોકો માટે પાર્ક, મ્યૂઝિયમ, રેલ્વે સ્ટેશન પર લોકો માટે સંગીત વગાડે
છે. લોકોનું મનોરંજન કરવા માટે તેઓ તેમની પાસેથી કોઇ પૈસા પણ લેતા નથી.
ફ્રાન્સ ઉપરાંત
આ સંગીતોત્સવનું આયોજન અર્જેન્ટિના, બ્રિટન, લક્ઝમબર્ગ, જર્મની, ચીન,
લેબનૉન, કોસ્ટા રિકા અને હવે ભારતમાં પણ થવા
લાગ્યું છે. માનવામાં આવે છે કે સંગીતકાર આ જલસા દ્વારા વિશ્વમાં અમન તેમજ શાંતિનો
સંદેશ ફેલાવવા માંગે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો