અનુકૃતી વાસ બની મિસ
ઇન્ડિયા-2018, મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે પહેરાવ્યો તાજ
- તમિલનાડુની અનુકૃતિએ 29 સ્પર્ધકોને પાછળ રાખી ખિતાબ પોતાના નામે કર્યો
ફેમિના મિસ ઇન્ડિયા-2018 તમિલનાડૂની
અનુકૃતી વાસ બની છે. અનુકૃતિએ 29 કન્ટેસ્ટંટને
પાછળ રાખીને આ ખિતાબ પોતાના નામે કર્યો છે. મિસ
વર્લ્ડ માનુષી છિલ્લરે તેને તાજ પહેરાવ્યો.
મંગળવારે મુંબઇમાં ફેમિના મિસ
ઇન્ડિયા-2018 સ્પર્ધાનું
આયોજન થયું. જેમાં બોલીવુડના ઘણાં સ્ટાર્સનું
પરફોર્મન્સ હતું. જે બાદ દેશને નવી મિસ ઇન્ડિયા મળી.
તમિલનાડુની અનુકૃતિ વાસે મિસ
ઇન્ડિયા વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો. આ
સ્પર્ધામાં હરિયાણાની મીનાક્ષી ચૌધરી ફર્સ્ટ રનર્સ અપ રહી જ્યારે આંધ્રપ્રદેશની
શ્રેયા રાવ સેકન્ડ રનર્સ અપ રહી.
અનુકૃતિ વાસ વ્યવસાયે ખેલાડી અને
ડાંસર છે. તે ફેંચ ભાષામાં BA કરી
રહી છે. તે સુપર મોડલ બનવા માંગે છે તેમજ
બાઇક ચલાવવાનો શોખ પણ ધરાવે છે. આ
કાર્યક્રમમાં અભિનેત્રી માધુરી દીક્ષિત, કરીના
કપુર તેમજ જેકલિન ફર્નાંડિસે ડાંસ પરફોર્મન્સ આપ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો