ગુરુવાર, 21 જૂન, 2018


હુંજા સમુદાયના લોકો સરેરાશ ૧૦૦ વર્ષથી વધુનું આયુષ્ય ધરાવે છે

Image result for hunja community

- ભારત પાક નિયંત્રણ રેખા નજીક ગિલગિટની ઉત્તરમાં રહેતા

- હુંજા સમુદાય વિશ્વનો સૌથી વધુ ઉંમર ધરાવતો માનવસમૂહ ગણાય છે

- બ્લડ પ્રેશર, દમ,એલર્જી તથા ડાયાબિટીસ જેવી બીમારીઓનું નામ પણ સાંભળ્યું નથી નવી

જમ્મુ કાશ્મીરમાં ભારત પાકિસ્તાનની નિયંત્રણ રેખા નજીક ગિલગિટની ઉત્તરમાં હુંજાઘાટી આવેલી છે. અહીંના હુંજા સમુદાયના ૮૫ હજાર લોકો સરેરાશ ૧૦૦ વર્ષથી વધુનું આયુષ્ય ધરાવે છે. ગિલગિટ -બાલ્ટિસ્તાનની ઘાટીઓમાં રહેતા આ વિશિષ્ટ સમુદાયની મહિલાઓ હોય કે પુરુષો જલદી વૃધ્ધ થતા નથી. એન્ટી એજિંગ દવાઓ અને ક્રિમનો કરોડો રુપિયાનો કારોબાર ધમધમે છે પરંતુ હુંજીઘાટીની ૬૫ થી ૭૦ વર્ષની મહિલાઓના ચહેરા પર ઘડપણની ચરચલીઓ જોવા મળતી નથી.

એટલું જ નહી આટલી ઉંમરે ઘણી મહિલાઓ બાળકને જન્મ પણ આપે છે. પુરુષો ૯૦ વર્ષની ઉંમરે પિતા બન્યા હોય તેવા અનેક કિસ્સાઓ જોવા મળે છે. કુદરતી રીતે જ ખૂબ લાંબુ જીવતા આ સમુદાયના લોકો ભાગ્યે જ બીમાર પડે છે. બ્લડ પ્રેશર, દમ,એલર્જી તથા ડાયાબિટીશ જેવી બીમારીઓ આપણે ત્યાં સામાન્ય થઇ ગઇ છે જયારે અહીંના લોકોએ આવી તકલીફનું નામ પણ સાંભળ્યું નથી. આ હુજા જનજાતિ અંગે ડો રોબોટ મેકકૈરિસને ઇન ડેફિસિયન્સી ડિસીઝ નામના પુસ્તકમાં પણ ઉલ્લેખ ક્રર્યો છે.

પહાડો પરની ચોખ્ખી હવા, પાણી અને ખોરાકના લીધે તેઓ તંદુરસ્ત રહે છે. આમ તો પહાડોનું જીવન હાડમારીભર્યુ ભર્યુ હોય છે તેમ છતાં તેને સરળતાથી લે છે. રોજ ૧૫ થી ૨૦ કિમી ચાલવુંએ તેમની જીવનશૈલીનો એક ભાગ બની ગયું છે. હુજા લોકો  શાકભાજી અને અનાજ જાતે જ ઉગાડીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બાજરા અને બંટી તેમનો અનાજમાં મુખ્ય આહાર છે. તેઓ અખરોટ અને જરદાલુંનો પણ ખોરાકમાં લે છે. આમ ફાયબર પ્રોટિન અને મિનરલ તેમને કુદરતી રીતે ખોરાકમાંથી જ મળી રહે છે.

શુન્ય ડિગ્રી તાપમાનમાં પણ ઠંડા પાણીએ નહાય છે
આ હુજા સમુદાયને વિશ્વનો સૌથી વધુ ઉંમર ધરાવતો યુવાન માનવસમૂહ કહેવામાં આવે છે. હુંજા સમુદાયના લોકો શુન્ય ડિગ્રી તાપમાનમાં પણ હોયતો પણ ઠંડા પાણીએ નહાય છે. તેઓ પોતાની પરંપરાને અનુસરીને ઓછું ખાય છે પોતાને ફિટ રાખવા માટે જયૂસ પણ લે છે.  તેમની પાસે સુખ ભોગવવા માટેની  ભૌતિક સમૃધ્ધિ ન હોવા છતાં હંમેશા હસતા ચહેરામાં જ રહે છે. ૭૦ વર્ષના પુરુષો ૪૦ વર્ષના હોય તેવા લાગે છે. તેઓ પોતાને મહાન સિંકદરના વંશજ હોવાનું જણાવે છે. તેઓ પોતાની આગવી બુરુશસ્કી ભાષા બોલે છે જે અન્ય ભાષાઓ કરતા સાવ જુદી પડે છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો