મંગળવાર, 1 જાન્યુઆરી, 2019

આજથી દેશમાં શરૂ થશે આ નવી સ્ક્રીમ, નોકરી માટે મોદી સરકાર આપશે 120 કલાકની ફ્રી ટ્રેનિંગ


મોદી સરકાર બેરોજગારો માટે નવા વર્ષે ભેંટ આપવા જઇ રહી છે. વર્ષ 2019નો પહેલો દિવસ એટલે કે 1 જાન્યુઆરીથી મોદી સરકાર બેરોજગારો માટે વરૂણ મિત્ર યોજના’ ની શરૂઆત કરી રહી છે. આ યોજના હેઠળ તમને ત્રણ અઠવાડિયાની મફતમાં ટ્રેનિંગ મળશે. આ કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ MNRE અને NISE તરફથી સંચાલિત છે. તેને સોલર વોટર પમ્પિંગ વરૂણ મિત્રકાર્યક્રમ કહેવામાં આવે છે.

આ ટ્રેનિંગ બાદ તમને સારી નોકરી મળશે. જ્યારે, ઓછી સેલરી મેળવનાર લોકો વધારે કમાઇ શકે છે. આ ટ્રેનિંગને તમે કેવી રીતે લઇ શકો છો અને તેનાથી તમને શું શું ફાયદો મળી શકે છે, જે નીચે મુજબ છે.
આ કાર્યક્રમનો હેતુ રિન્યૂએબલ એનર્જી, સોલર રિસોર્સ અસેસમેન્ટ અને સોલર ફોટોવોલ્ટિક, સાઇટ ફિજિબ્લિટી, વોટર ટેબલ, સોલર વોટર પમ્પિંગ કંપોનેંટ સાથે ડીટી કંવર્ટર, ઇન્વર્ટર, બેટરી, મોટર્સ, પમ્પ મોટર, ઇન્સ્ટોલેશન ઓફ ગ્રિડ એન્ડ સ્ટેંડ અલોન સોલર પીવી વોટર પમ્પિંગ સિસ્ટમ વિશે લોકોને ટ્રેન્ડ કરવાનો છે. તેના સિવાય સોલર પીવી વોટર પમ્પિંગ સિસ્ટમ માટે સેફ્ટી પ્રેક્ટિસ, ઓપરેશન એન્ડ મેન્ટનેંસ, ટેસ્ટિંગ અને કમીશનિંગની પણ જાણકારી આપવામાં આવશે.

120 કલાકની હશે કલાસ- તમને જણાવી દઇએ કે, ટ્રેનિંગ 1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2019ની વચ્ચે થશે. જેમાં કુલ 120 કલાકના ક્લાસ આપવામાં આવશે. કાર્યક્રમ સાથે જોડાવવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર હતી. આ કાર્યક્રમ હેઠળ ક્લાસ રૂમ લેક્સર સિવાય પેક્ટિકલ, ફીલ્ડ વિઝિટ અને ઇન્ડરસ્ટ્રિયલ વિઝિટ પણ કરાવવામાં આવશે. ટ્રેનિંગ ફ્રીમાં મળશે, પરંતુ જો તમે હોસ્ટલમાં રહેવા માંગો છો તો 600 રૂપિયા પ્રતિ દિવસના આપવા પડશે.

આ ટ્રેનિંગ લેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક, મેકેનિકલ, આઈએન્ડસીમાં ડિપ્લોમાં હોલ્ડર્સ, ગ્રેજ્યુએટ એજન્યિર, સોલર એન્ટરપ્રેન્યોર્સ, પીએસસૂ અધિકારી માટે ફાયદાકારણ સાબિત થઇ શકે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો