'મેરા
પરિવાર ભાજપ પરિવાર' અભિયાન
લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો જીતવા માટે ભાજપે કમર કસી છે. 'મેરા પરિવાર ભાજપ પરિવાર'
અભિયાનનો પ્રારંભ. ભાજપના
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે, મુખ્યમંત્રી
વિજયભાઈ રૂપાણી, નાયબ
મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જિતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં દીપ
પ્રાગટ્ય કરી અમદાવાદમાં કર્યો હતો.
આ પ્રસંગે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા વિશ્વાસ વ્યક્ત
કર્યો હતો કે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપની જીત થશે.
તેમણે મહાગઠબંધનને તેના નેતા જાહેર કરવા પડકાર કર્યો હતો. મુખ્યમંત્રી વિજય
રૂપાણીએ જણાવ્યું હતું કે આવનાર ચૂંટણી કાર્યકર્તાઓ માટે પરિશ્રમની પરાકાષ્ઠા હશે.
તેમણે કાર્યકર્તાઓને પુનઃ બહુમત સાથે મોદી સરકારને જિતાડવા આહ્વાન કર્યું હતું.
'મેરા પરિવાર ભાજપ પરિવાર' રાષ્ટ્રવ્યાપી અભિયાનનું લૉન્ચિંગ
કરાવી અમિતભાઈ શાહ આજે બપોરે પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર લોકસભા
બેઠકોનું ક્લસ્ટર સંમેલન ગોધરામાં યોજાવાનું છે તેમાં હાજરી આપશે. દેશભરના
કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન આપવા આવા ઘણા બધાં ક્લસ્ટર
સંમેલનો રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સંબોધવાના છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો