J&K: અત્યાર સુધીનો
સૌથી મોટો આતંકી હુમલો, 40 જવાન શહિદ
જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયો
છે આતંકવાદીઓએ ફરીવાર સુરક્ષાદળોને નિશાન બનાવ્યા છે. પુલવામામાં અવંતીપોરાના
ગોરીપોરા વિસ્તારમાં સુરક્ષાદળોના કાફલા પર જૈશ-એ-મહોમ્મદ આતંકી સંગઠને હુમલો
કર્યો છે. આ દરમિયાન IED બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં 40 CRPF જવાન શહિદ થયા અને અન્ય 40થી પણ વધારે જવાન ગંભીરપણે ઘાયલ છે.
ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. સાથે
જ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે
કે, કાફલામાં CRPFની ગાડીઓમાં 2500થી વધારે જવાન સવાર હતા. આતંકીઓએ સુરક્ષાદળોની એક ગાડીને
નિશાન બનાવી છે. ઉરી બાદ આ સૌથી મોટો આતંકી હુમલો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સડક પર એક કારમાં IED લગાવવામાં આવ્યો હતો. કાર હાઇવે પર ઊભી હતી. સુરક્ષાદળોનો
કાફલો જેવો કાર નજીકથી પસાર થયો, તેમાં બ્લાસ્ટ થઇ ગયો. આ દરમિયાન
કાફલા પર ફાયરિંગ થયા હોવાની પણ માહિતી મળી રહી છે. આ હુમલામાં 40 જવાન શહિદ થયા છે. આ એક રિમોટ કંટ્રોલ્ડ વાહન IED હોવાની સંભાવના છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો