વાયુસેનાની એર
સ્ટ્રાઇકઃ PoKમાં આતંકવાદી
ઠેકાણાનો સફાયો કર્યો
પુલવામા ખાતે આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વ્યાપી રહ્યો છે. દરમિયાન પાકિસ્તાને ભારતીય વાયુ સેના પર Pok ખાતે લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યાનો આરોપ મૂક્યો છે. જોકે ભારત તરફથી પાકિસ્તાનના આરોપનો અધિકૃત જવાબ આપ્યો નથી.
બીજી બાજુ ઇન્ડિયન એરફોર્સના સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબર ભારતના 12 મિરાજ-2000 વિમાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સવારે 3:30 વાગ્યે 1000 કિલો વિસ્ફોટકને ટારગેટ પર દાગવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ સરહદ પણ તણાવ વધી ગયો છે અને વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ભારત સરહદપાર જઇને આતંકવાદી ઠેકાણા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી ચૂક્યું છે. પુલવામા હુમલા બાદ ભારતે આતંકવાદીઓ વિરુદ્ધ જોરદાર પગલાં લેવાની ચેતવણી પણ આપી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો