વડાપ્રધાન મોદીનો રવાન્ડા અને યુગાન્ડાનો પ્રવાસ
- રવાન્ડાની બે દિવસીય મુલાકાત પછી
વડાપ્રધાન મોદી યુગાન્ડા પહોંચ્યા
- રવાન્ડામાં રહેતા ભારતીયોના કારણે
બંને દેશની મૈત્રી પર ઘણી હકારાત્મક અસર થઈ છે : મોદી
- રવાન્ડાના પ્રમુખ કામગે અને મોદીએ
બેઠક યોજી : કૃષિ, ડેરી, નાના ગ્રામીણ ઉદ્યોગો અને
ચર્મ ઉદ્યોગ ક્ષેત્રે આઠ કરાર
નરેન્દ્ર મોદી સોમવારે પાંચ દિવસીય આફ્રિકા મહાદ્વીપના પ્રવાસ દરમિયાન ત્રણ
દેશોના પ્રવાસ પર છે. તેઓ પહેલા ચરણમાં રવાન્ડા પહોંચ્યા. ત્યાં રંવાડાના
રાષ્ટ્રપતિ પ્રમુખ પોલ કાગમે એ તેમનું રેડ કાર્પેટ ભવ્ય સ્વાગત જાતે જ આવકારીને
કર્યું. તે પછી કિગરીમાં પીએમ મોદીએ બિઝનેસ ફોરમને સંબોધિત કરી હતી. તેમાં બંને
દેશો વચ્ચે વેપાર અને વિદેશી રોકાણને ઉત્તેજન આપવા પર તેમજ વિકાસ પર ભાર મૂકવામાં
આવ્યો હતો.
બંને દેશો વચ્ચે કુલ ચાર કરાર કરવામાં આવ્યા હતા:
- સત્તાવાર પાસપોર્ટ ધરાવતા હોય તેમને વિઝામાં છૂટછાટો ,
- કલ્ચરલ આદાન પ્રદાન માટે કરાર,
- મટિરિયલ ટેસ્ટિંગ લેબોરેટરી અંગે કરાર અને
- વિકાસને ઉત્તેજન આપવાના મામલે કરાર કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદી મંગળવારે યુગાન્ડા પહોંચ્યા હતા. યુગાન્ડાના રાષ્ટ્રપતિ
યોવેરી મુસેવેનીએ તેમને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. તે પછી બંને દેશોના વડાઓ
વચ્ચે બેઠક યોજાયી હતી. જેમાં પ્રિતિનિધિમંડળ પણ શામેલ હતું. આ મુલાકાત પછી બંને
દેશોના વડાઓએ આપેલા જોઈન્ટ સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે આંતરાષ્ટ્રીય શાંતિ અને
સુરક્ષા અને વિકાસ, કલ્ચરલ આદાન
પ્રદાન, માલસામાનની તપાસ માટે લેબોરેટરી જેવા મામલે કરારો
કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન
મોદીએ રવાન્ડાને વીસ કરોડ ડૉલર એટલે કે આશરે રૃ. ૧,૩૦૦ કરોડની લોનની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રવાન્ડામાં ભારતીય
દૂતાવાસ શરૃ કરવાનું પણ વચન આપ્યું હતું.
યુગાન્ડામાં વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું
હતું.
નરેન્દ્ર
મોદી રવાન્ડાની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે.
તેમણે
કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર ઝડપથી વિકસી
રહ્યું છે, પરંતુ અમે સબ કા સાથ,
સબ કા વિશ્વાસના સૂત્રમાં વિશ્વાસ
રાખીએ છીએ.
વડાપ્રધાન
મોદીએ કામગેને રવાન્ડાના એક ગરીબ ગામ માટે ૨૦૦ ગાયની અનોખી ભેટ પણ આપી હતી. કામગેએ
૨૦૦૬માં રવેરુ નામના ગામને મોડલ બનાવીને એક યોજનાની શરૃઆત કરી હતી, જે અંતર્ગત દરેક પરિવારને પોષણ અને આર્થિક સુરક્ષા માટે એક ગાયની ભેટ
આપવામાં આવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો