મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લી મુકાઈ ખેડૂતો માટેની વોઇસ
મેસેજ સર્વિસ
રાજ્યનાં 1.8 લાખ ખેડૂતો આ વિનામૂલ્યે સેવાનો લાભ લઈ
શકશે, રિલાયન્સ
ફાઉન્ડેશન કરશે સંચાલન
ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારા રાજ્યનાં 1 લાખ 8 હજાર ખેડૂતોને ખેતીની માહિતી મળી
રહે તે માટે રિલાયન્સ ફાઉન્ડેશનની વોઇસ મેસેજ સર્વિસ સેવાને વિનામુલ્યે શરૂ
કરવામાં આવી. રિલાયન્સ ફાઉંડેશન દ્વારા ઈન્ફર્મેશન સર્વિસિસ કાર્યક્રમ હેઠળ
રાજયમાં ખેતી, પશુપાલન, મત્સ્યોધ્યોગ, આરોગ્ય અને રોજગાર જેવા વિવિધ ક્ષેત્રોમાં ટેક્નોલોજીના
ઉપયોગથી વોઇસ મેસેજ, ટેક્સ્ટ એસ એમ એસ દ્વારા માહિતી 3 લાખ કરતાં પણ વધારે ખેડૂતો અને પશુપાલકો, યુવાઓ, માછીમારો ને મોબાઈલ દરરોજ પર
વિનામુલ્યે આપવામાં આવે છે.
આ ઉપરાંત મોબાઈલ કોન્ફરન્સ, સમાચાર પત્રો, વોટ્સ એપ, જીઓ ચેટના મધ્યમ દ્વારા પણ માહિતી આપવામાં આવે છે. આ તમામ
માહિતી રાજ્યની કૃષિ યુનિવર્સિટી, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગ, રોજગાર વિભાગ પાસેથી મેળવીને સમયસર
ટેક્નોલોજીના મધ્યમથી પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં માહિતી
પૂરી પાડવા ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર 1800 419 8800 શરૂ કરવામાં
આવ્યો છે. જેના ઉપયોગથી માહિતી મફત મેળવી શકે છે.
આજરોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલ એગ્રી એશિયા
સમિટનાં પ્રથમ દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રિલાયન્સ
ફાઉન્ડેશનની મોબાઈલ વોઇસ મેસેજ સેવાનો 1 લાખ 8 હજાર ખેડૂતોને શરૂ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોની વિગત
આત્મા પ્રોજેકટ દ્વારા આપવામાં આવી હતી. આ માહિતી દાહોદ, નર્મદા, પંચમહાલ, મહીસાગર, પાટણ, સુરત, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને માટે શરૂ કરવામાં આવી
હતી. જેનો મુખ્ય ઉદ્દેશ ખેતીને લગતી માહિતી સમયસર ટેક્નોલોજીના માધ્યમથી ખેડૂતો
સુધી પહોચે. તેના ઉપયોગ થકી ખેડૂતો બિયારણ, ખાતર, રોગ જીવાતની વૈજ્ઞાનિક માહિતી મેળવી તેનો ઉપયોગ કરી ખેતી
ખર્ચ માં ઘટાડો કરી શકે અને તેમને આર્થિક ફાયદો થાય અને ખેડૂતોની આવક બમણી કરવાની
દિશામાં રિલાયન્સ ફાઉન્ડેશનનો પ્રયન્ત રહેલ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો