શુક્રવાર, 17 ઑગસ્ટ, 2018


દેશમાં GST ના અમલનો સૌ પ્રથમ વિચાર વાજપેયીએ રજૂ કર્યો હતો

 

- દેશના અર્થતંત્રને સ્પર્શતા પાંચ મહત્ત્વના આર્થિક નિર્ણયો વાજપેયીએ લીધા હતા

 

https://www.gujaratsamachar.com/content_image/content_image_636afb4c-0d30-449d-91c5-3d48f8eef594.jpeg

 

દેશભરમાં સર્વસ્વીકૃત એક માત્ર રાજકીય નેતા અને ભૂતપૂર્વ વડાપ્રાન અટલબિહારી વાજપેયી આજે આપણી વચ્ચે નથી રહ્યા.

તેઓ જ્યારે વડાપ્રાનપદે હતા ત્યારે તેમણે લીધેલા પાંચ મહત્ત્વના આર્થિક નિર્ણયની દેશના અર્થતંત્ર પર સાનુકૂળ અસર જોવાઈ હતી :

 
  • ભારતમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સનો (GST) અમલ ગત તા. ૧ જુલાઈ ૨૦૧૭ના રોજ થયો હતો પરંતુ દેશમાં જીએસટીના અમલનો સૌ પ્રથમ વિચાર વાજપેયીએ ૨૦૦૦માં રજૂ કર્યો હતો અને તેનો અમલ માટે એક કમિટીની પણ રચના કરી હતી પરંતુ વિવિ પ્રતિકૂળતાના કારણે આ વિચાર પરિપૂર્ણ થયો ન હતો.
  • ૨૦૦૩માં વાજપેયી જ્યારે વડાપ્રાન હતા ત્યારે ફીસ્કલ રીસ્પોન્સીલીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (FRBM) એક્ટની રજૂઆત કરી હતી. આ કાયદાનો મુખ્ય આશય નાણાંકીય ખા ઘટાડવાનો અને જાહેર ક્ષેત્રમાં બચત વારવાનો હતો.
  • દેશમાં ટેલિકોમ ક્રાન્તિ લાવવાનો પાયો વાજપેયી સરકારે તે વેળાએ બીએસએનએલની મોનોપોલી પર પૂર્ણવિરામ મૂકી નવી ટેલિકોમ પોલીસી રજૂ કરી હતી.
  • ૧૯૯૯માં જ તેમણે સરકારી સાહસોમાં ડિસઇન્વેસ્ટમેન્ટ માટે અલગ ડિપાર્ટમેન્ટની રચના કરી હતી. તેઓ સત્તા પર હતા ત્યારે ભારત એલ્યુમિનિયમ (બાલ્કો), હિંદુસ્તાન ઝીંક અને વિદેશ સંચાર નિગમમાં ડિસઇન્વેસ્ટમેન્ટ હાથ રાયું હતું.
  • પાંચમો મહત્ત્વનો નિર્ણય વીમા ક્ષેત્ર માટેનો હતો ૧૯૯૯ સુી વીમા ક્ષેત્ર પર સરકારી કંપનીઓનું આપિત્ય હતું. તેમણે ખાનગી કંપનીઓને આ ક્ષેત્રમાં પ્રવેશવા મંજૂરી આપી હતી. તેમજ વીમા ક્ષેત્રે ૨૬ ટકા એફડીઆઇને મંજૂરી આપતા વિદેશી વીમા કંપનીઓએ ભારતમાં પ્રવેશ કર્યો હતો.
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો