ભારતીય
મહિલા ટીમને સેઈલિંગમાં સૌપ્રથમ વખત અને હોકીમાં ૨૦ વર્ષે સિલ્વર
ભારતીય મહિલા ટીમે એશિયાડ હોકીમાં ૨૦ વર્ષ
બાદ અને સેઈલિંગમાં સૌપ્રથમ વખત સિલ્વર મેડલ જીતવાની સાથે નવો ઈતિહાસ રચી દીધો
હતો. મહિલા હોકીની ફાઈનલમા પ્રવેશેલા ભારતને જાપાન સામેના હાઈવોલ્ટેજ મુકાબલામાં
૧-૨થી હારનો સામનો કરવો પડયો હતો.
ભારતીય
મહિલા હોકી ટીમે છેલ્લે ૧૯૯૮ના એશિયાડમાં ફાઈનલમાં પ્રવેશી હતી, જ્યાં તેમને સાઉથ કોરિયા સામે હારનો
સામનો કરવો પડયો હતો. સેઈલિંગમા ભારતની વર્ષા ગૌતમ અને સ્વેતા શેર્વેગરે જોરદાર
દેખાવ કરતાં સિલ્વર સફળતા મેળવી હતી.
આ સાથે
ભારતને એશિયન ગેમ્સની સેઈલિંગની ઈવેન્ટમાં પહેલી વખત મહિલા કેટેગરીમાં સિલ્વર મેડલ
મલ્યો હતો. નોંધપાત્ર છે કે, વર્ષા
ગૌતમે ગત એશિયાડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
એશિયન
ગેમ્સ- ૨૦૧૮ સમાપન તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે
ભારતને બોક્સિંગ અને સ્ક્વોશમાં બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. સેઈલિંગમાં પણ ભારતે બે
બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો