બાષ્પીભવનના કારણે ઉડી જતાં પાણીને રોકવા થર્મોકોલ શીટ મૂકી પાણી બચાવવાનો તામિલનાડુ સરકારનો પ્રયોગ નિષ્ફળ
દુષ્કાળગ્રસ્ત તામિલનાડુમાં પાણી બચાવવા માટે બિન પરંપરાગત
પધ્ધતીનું ઉદઘાટન સહકાર મંત્રી સેલુર કે. રાજુએ કર્યું હતું. પરંતુ જ્યારે
થર્મોકોલ શીટ્સ ભારે પવનના કારણે પાણીમાં વહી ગઇ ત્યારે તેમનો આ પ્રયાસ
નિષ્ફળ ગયો હતો. ત્યાર પછી મંત્રીએ પાણીના ફલો અને હવાની સમસ્યાને દૂર કરવા
અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ભારે પવનના કારણે શીટ્સ વિવિધ દિશાઓમાં ઉડી ગઇ હતી.
વાઇગઇ બંધનું પાણી મદુરાઇ, શિવગંગા, રાનાથમપુરમ સહિત દુષ્કાળગ્રસ્ત છ જિલ્લાઓમાંથી પસાર થાય
છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો