કાશ્મીરના ઇતિહાસકાર
તરીકે જાણીતા કલ્હણે ૧૨મી સદીમાં અમરનાથ ગુફાનો સૌ પ્રથમ ઉલ્લેખ કર્યો હતો
- બરફનું શિવલિંગ દુનિયામાં કાશ્મીર
શિવાય બીજે કયાંય મળતું નથી.
જે લાખો
ભકતો અમરનાથની ગુફાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે તેનો સૌ પ્રથમ ઉલ્લેખ ૧૨ મી
સદીમાં થઇ ગયેલા કાશ્મીરના વિખ્યાત ઇતિહાસકાર કલ્હણે પણ કર્યો હતો. ઇસ ૧૧૪૮ થી
૧૧૫૦ દરમિયાન સર્જન થયેલા આ રાજતરંગિણી નામના ગ્રંથમાં જમ્મુ અને કાશ્મીરના આરંભથી
લઇને અનેક રાજકિય ઉથલપાથલનો ઇતહાસ મળે છે.

કાશ્મીરી ઇતિહાસકાર કલ્હણે નોધ્યું છે
કે બરફનું શિવલિંગ દુનિયામાં કાશ્મીર શિવાય બીજે કયાંય મળતું નથી. એક એક પાણીની
બુંદ જમા થાય છે જે શિવલિંગનો આકાર લે છે.
હિંદુઓ આની
શિવપ્રતિમા તરીકે પૂજા કરે છે. ઇતિહાસકારની નોંધમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કાશ્મીર
ઘાટી પહેલા સૌથી મોટું ઝરણું વહેતું હતું. અહીં કશ્યપ ઋષિ જે બહ્નમાના પુત્ર ઋષિ
મરિચીના પુત્ર હતા તેમનો નિવાસ હતો. કાશ્મીરના બારાહમુલા શબ્દ વરાહમૂલ પરથી ઉતરી
આવ્યો છે. શ્રીનગરની સ્થાપના મૌય સમ્રાટ અશોક દ્વારા થઇ હતી. અહીંયાથી બૌધધર્મ
મધ્ય એશિયા, તિબ્બત અને ચીન સહિતના આસપાસના
અનેક વિસ્તારોમાં ફેલાયો હતો.
અબુલ ફઝલના આઇને અકબરીમાં
અમરનાથ સ્થળનો ઉલ્લેખ
અકબરના
ઇતિહાસકાર અબુલ ફઝલે આઇને અકબરીમાં ઉલ્લેખ કર્યો છે કે અમરનાથ એક પવિત્ર તીર્થસ્થળ
છે. ગુફામાં બરફની બુંદો બને છે. તે થોડા થોડા થઇને ૧૫ દિવસ સુધી સતત વધતું રહે
છે. તે બે ગજથી પણ વધારે ઉંચું વધે છે. ચંદ્રમાં ઘટવાની સાથે તેનો આકાર પણ નાનો
થતો જાય છે. ઘણા ઇતિહાસકારોનું માનવું છે કે ૧૪ મી શતાબ્દિના મધ્યમાં વિદેશી
આક્રમણના કારણે હિંદુઓએ કાશ્મીર છોડવાની ફરજ પડતા ૩૦૦ વર્ષ સુધી અમરનાથ યાત્રામાં
વિધ્ન આવતા રહયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો