આંદામાન નિકોબાર દ્વીપ સમુહ માટે સબમરીન કેબલ કનેક્ટીવિટીનો શુભારંભ
ચેન્નઇથી 2300 કિલોમીટર
લાંબા કેબલ દ્વારા આંદામાન નિકોબારને મળશે હાઇસ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટવિટી,
હાઇસ્પીડ બ્રોડબેન્ડથી દ્વીપના
વિકાસને મળશે નવી દિશા: PM
દેશના માળખાગત વિકાસને
વધુ વેગ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેન્નાઇથી પોર્ટબ્લેયરને કનેક્ટેડ 2300 કિલોમીટર
લાંબી સબમરીન ઓપ્ટીકલ ફાયબરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઓપ્ટિકલ ફાયબરથી આંદામાન
નિકોબારના 12 જેટલા ટાપુઓને 4જી કનેક્ટીવિટી મળશે જેને કારણે સમગ્ર
વિસ્તારનો વિકાસ થશે.
આ પ્રસંગે
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટાપુના સમૂહને માત્ર ઇન્ટરનેટ
કનેક્ટવીટી જ નહીં પરંતુ આર્થિક વિકાસને પણ વેગ મળશે તેનો ફાયદો સમગ્ર દેશને થશે.
સબમરીન કેબલ પોર્ટબ્લેયર, લિટલ આંદામાન, કાર્નિકોબાર, કામોટા, ગ્રેટ-નિકોબાર, ગ્રેટ આયલેન્ડ, અને રંગટ સાથે
જોડાશે.
આ યોજનાની આધારશીલા
પ્રધાનમંત્રી નરેન્દ્ર માદીએ 30 ડિસેમ્બર 2018ના રોજ રાખી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો