મંગળવાર, 11 ઑગસ્ટ, 2020

 મચ્છુ જળ હોનારતની આજે 41મી વરસી

કોરોના મહામારીને કારણે આ વર્ષે મૌન સભા અને રેલી રખાઈ મોકુફ, મોરબી નગરપાલિકા દ્વારા 21 સાયરન વગાડીને અપાય છે શ્રધ્ધાંજલિ

મોરબીની મચ્છુ જળ હોનારતની આજે 41મી વરસી છે. 11 ઓગસ્ટ 1979ના રોજ થયેલા જળ હોનારતમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને આજના દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

પંરતુ પ્રવર્તમાન કોરોનાની મહામારીને કારણે આ વર્ષે મૌન સભા, રેલીને મોકૂફ રાખવામાં આવી છે. જો કે મચ્છુ જળ હોનારતના સમયે એટલે કે બપોરના સાડા ત્રણ કલાકે મોરબી નગરપાલિકા દ્વારા 21 સાયરન વગાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

૧૧ ઓગસ્ટ ૧૯૭૯નો એ ગોઝારો દિવસ જ્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ- ૨ ડેમ અવિરત વરસી રહેલા વરસાદના પ્રવાહને ઝીલવી નહીં શકતા ડેમ તૂટ્યો હતો અને તારાજી સર્જાઈ હતી. આ તારાજીના ભયાનક દ્રશ્યોને યાદ કરીને મોરબીવાસીઓ આજે પણ થરથર કાપવા લાગે છે. હસતું ખેલતું અને આબાદ મોરબી માત્ર બે કલાકમાં સ્મશાનભૂમિમાં ફેરવાઈ ગયું હતું. ત્યારે દરવર્ષે હોનારતનો દિવસ આવે ત્યારે ગુમાવેલા સ્વજનોને યાદ કરી લોકોની આંખો છલકાઈ જાય છે.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો