બુધવાર, 12 ઑગસ્ટ, 2020

 વિશ્વ હાથી દિવસની ઉજવણી

World Elephant Day (12th August) | Days Of The Year

હાથીઓનો શિકાર જેવા મહત્વના મુદ્દાઓ બાબતે લોકજાગૃતિ અને હાથીઓનું મહત્વ સમજાવવું તે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ

12મી ઓગસ્ટને વિશ્વ હાથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ હાથી દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે હાથીની વિશેષતાઓ અંગેની માહિતી આપતું પોર્ટલ શરૂ કરાવ્યું અને હાથીઓના રક્ષણની પદ્ધતિઓ અંગે દસ્તાવેજ જાહેર પણ કર્યો હતો. વર્ષ 2012માં આજના દિવસે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. આફ્રિકા અને એશિયાના હાથીઓ પર આચરાતી ક્રુરતા, તેમની સાથે થતો અયોગ્ય વ્યવહાર, હાથીઓના નિવાસ સ્થાનને પહોંચેલુ નુકસાન તથા હાથીઓનો શિકાર જેવા મહત્વના મુદ્દાઓ બાબતે લોકજાગૃતિ કેળવવી અને હાથીઓનું મહત્વ સમજાવવું તે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે.

દેશમાં હાથીઓની સ્થિતિ વિશે વાત કરીએ તો, હાથીઓ માટે સૌથી પહેલા રિઝર્વ સિંહભૂમ હાથી રિઝર્વ ઝારખંડમાં જાહેર કરાયો હતો. દેશના 14 રાજ્યમાં અંદાજે 65000 વર્ગ કિલોમીટર હાથીઓ માટે રિઝર્વ છે.

જંગલમાં રહેતા હાથીઓના સંરક્ષણ માટે વન્યજીવ કોરિડૉર જરૂરી છે, આજે દેશભરમાં હાથીઓ માટે 101 કોરિડૉર છે. આ સાથે દેશમાં અંદાજે 2700 બંધક હાથીઓનો ડીએનએ પ્રોફાઈલિંગ અને ડેટાબેસ તૈયાર થાય છે. જેના પગલે ગેરકાયદેસર બંધક બનાવાયેલા હાથીઓમાં જંગલી હાથીઓ સામેલ નહીં થઈ શકે..

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો