પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લામાં સુભાષ ચંદ્ર બોઝ સંગ્રહાલયનું કર્યું ઉદઘાટન
ભારતની સ્વતંત્રતાની ચળવળને મળેલી લોકપ્રિયતા તથા બ્રિટીશ
રાજની વિસ્તૃત માહિતી અનેક ચિત્રો, સમાચાર
પત્રોમાં છપાયેલા સમાચાર, નેતાજીની ખુરશી સહિતની ચીજવસ્તુઓ
સામાન્ય જન માટે ખૂલ્લી મૂકવામાં આવી છે
નેતાજી સુભાષચંદ્ર બોઝની 122મી જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદીએ દિલ્હીના લાલ કિલ્લામાં સુભાષ ચંદ્ર બોઝ સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું હતું.
જલિયાવાલા બાગ તથા વર્ષ 1857ના વિપ્લવના સંગ્રહાલયોનું પણ અવલોકન
કર્યું હતું. સંગ્રહાલયમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ તથા આઝાદ હિંદ ફૌજની સ્થાપનાથી
માંડીને ફૌજના વીર જવાનો પર બ્રિટીશ સરકાર દ્વારા ચલાવવામાં આવેલા મુકદમાઓ સહિતની
ગાથાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભારતની સ્વતંત્રતાની ચળવળને મળેલી લોકપ્રિયતા
તથા બ્રિટીશ રાજની વિસ્તૃત માહિતી અનેક ચિત્રો, સમાચાર
પત્રોમાં છપાયેલા સમાચાર, નેતાજીની ખુરશી સહિતની ચીજવસ્તુઓ
સામાન્ય જન માટે ખૂલ્લી મૂકવામાં આવી હતી. આઝાદ હિંદ ફૌજનું આઈડેન્ટિટી કાર્ડ,
ચેકબુક વગેરે પણ ખૂલ્લા મૂકવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ જલિયાવાલા
બાગ હત્યાકાંડ સંગ્રહાલય, યાદે જલિયાં સંગ્રહાલયનું પણ
અવલોકન કર્યું હતુ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો