ભારતનો ઈતિહાસ આ 5 લોકોને ન ભુલી શકે ક્યારેય, દેશ માટે
બન્યા હતા દ્રોહી
એક સમય એવો હતો જ્યારે ભારત
હિંદુસ્તાન તરીકે ઓળખાતો દેશ હતો. ઈતિહાસકારો અનુસાર હિંદૂસ્તાન પર અનેક આક્રમણ
થયા જેમાં સૌથી પહેલું આક્રમણ સિકંદર પ્રથમએ કર્યુ હતું. પરંતુ ભારત દેશ પર બહારના
દુશ્મનોએ કરેલા હુમલા કરતાં વધારે ઘાતક હુમલા દેશના જ લોકો દ્વારા કરવામાં આવ્યા.
ભારતીય ઈતિહાસમાં પણ જો આ 5 ગદ્દાર લોકો ન હોત
તો આજે ભારત અમેરિકા જેટલો જ સદ્ધર દેશ હોત. આજે ભારતીય ઈતિહાસના આવાજ પાંચ લોકો
વિશે તમને અહીં જાણકારી આપવામાં આવી છે.
રાજા જયચંદ રાઠોડ
પૃથ્વીરાજ ચૌહાણ અને કન્નોજના રાજા
જયચંદની વાર્તાથી સૌ કોઈ પરિચિત છે. પૃથ્વીરાજના કવિ ચંદબરદાઈએ તેના પૃથ્વીરાજ
રાસોમાં દાવો કર્યો છે કે બંને રાજ્યો વચ્ચે અનેક ગદ્દાર હતા. જેના કારણે જ અફગાન
શાસક ગજની વિરુદ્ધ તરાઈના બીજા યુદ્ધમાં હાર થઈ હતી. પૃથ્વીરાજ ચૌહાણ અને જયચંદની
દુશ્મની પણ વર્ષો જૂની હતી. જયચંદએ મોહમ્મદ ગૌરી સાથે મળી અને પૃથ્વીરાજ ચૌહાણ
સાથે ગદ્દારી કરી. જયચંદએ દિલ્હીમાં સત્તા મેળવવા માટે મોહમ્મદ ગોરીનો સાથ આપ્યો
અને પૃથ્વીરાજ ચૌહાણને યુદ્ધમાં હરાવ્યો.
મીર જાફર
બ્રિટિશ શાસન દરમિયાન પ્લાસીના
કુખ્યાત યુદ્ધમાં મીર જાફરએ પોતાના જ રાજા સિરાજુદ્દોલાને દગો દઈ અંગ્રેજોની મદદ
કરી હતી. જેના કારણે ભારતમાં અંગ્રેજોએ પગપેસારો કર્યો. પ્લાસીના યુદ્ધ બાદ
ભારતમાં બ્રિટિશ રાજની સ્થાપના શરૂ થઈ. જાફર અવસરવાદી અને મહત્વાકાંક્ષી હતો. જો
કે અંગ્રેજોએ ભારતના આ ગદ્દારને સજા પણ એવી જ કરી. અંગ્રેજોએ મીર કાસિમની મદદથી
મીર જાફરને મોતને ઘાટ ઉતાર્યો હતો.
રાજા માનસિંહ
ગદ્દારીની વાત કરીએ તો માનસિંહ
જયચંદનું નામ પણ યાદ આવે. મહારાણા પ્રતાપ દેશને આઝાદ કરાવવા માટે જંગલોમાં ભટકતા
અને માનસિંગ મુગલો સાથે મળી દેશ સાથે ગદ્દારી કરતો. રાજા માનસિંહ મુગલોની સેનાનો
પ્રમુખ હતો. પ્રખ્યાત હલ્દીઘાટી યુદ્ધમાં મુગલ સેનાનો સેનાપતિ માનસિંહ જ હતો. જો
કે યુદ્ધમાં મહારાણાએ માનસિંહને મારી અને તેને સજા કરી હતી.
જયાજીરાવ સિંધિયા
વીરતા અને બહાદુરીની મૂર્તિ એવી
રાણી લક્ષ્મીબાઈ સાથે ગદ્દારી કરનાર સિંધિયાનું નામ પણ આ યાદીમાં આવે છે. જયાજીરાવ
સિંધિયા ગ્વાલિયરના મહારાજા હતા. જયાજીરાવ સિંધિયા દેશદ્રોહી રાજાઓમાંથી એક હતો
અને તે અંગ્રેજોનો સમર્થક હતો. સિંધિયાએ અંગ્રેજો સાથે મળી અને કૂટનીતિથી રાણી
લક્ષ્મીબાઈને માર્યા હતા.
ફણીંદ્રનાથ ઘોષ
ભારતીય ગદ્દારોની વાત કરીએ તો
ફણીંદ્રનાથ ઘોષનું નામ પણ આવે છે. તેમણે અસેંબલીમાં બોમ્બ ફેંકવાના કેસમાં અને
સૈંડર્સ કેસમાં ભગતસિંહ વિરુદ્ધ જુબાની આપી હતી. ફણીંદ્રનાથની જુબાનીના આધારે જ
ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની
સજા ફટકારવામાં આવી હતી. તે અંગ્રેજ સરકારનો સાક્ષી બની ગયો અને પંડિત આઝાદને
શોધવામાં પણ તેણે અંગ્રેજોને મદદ કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો