મિશન શક્તિ:
અંતરિક્ષમાં 3 મિનિટની અંદર LIVE સેટેલાઈટને નષ્ટ કર્યુ: PM મોદી
કેટલાક સમય પહેલા ભારતે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
સ્પેસ પાવરના રૂપે ભારતે પોતાનું નામ નોંધાવ્યુ છે. અત્યાર સુધીદુનિયાના ત્રણ દેશ
અમેરિકા, રશિયા અને ચીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ભારત ચોથો દેશ
છે. જેણે આજે આ સિદ્ધિ મેળવી છે.
આ દરેક ભારતવાસી
માટે ગર્વનો વિષય છે. આપણા વૈજ્ઞાનિકોએ સ્પેસમાં 300 કિમી દૂર LEO ઑરબિટને નષ્ટ કર્યુ. આ એક પૂર્વ
નિર્ધારિત લક્ષ્ય હતુ. જેને એ સેટ મિસાઈલ દ્વારા ત્રણ મિનિટમાં જ નાશ કરાયુ. મિશન
શક્તિ અત્યંત કઠિન ઑપરેશન હતુ. પીએમે સ્પષ્ટ કર્યુ કે ભારત હંમેશા અંતરિક્ષમાં હથિયારોની
હોડના વિરુદ્ધ રહ્યુ છે.
ભારતે મિશન
શક્તિને ત્રણ મિનિટમાં પૂર્ણ કર્યુ. એન્ટી સેટેલાઈટ એ સેટ મિસાઈલ ભારતની વિકાસ
યાત્રાની દ્રષ્ટિથી દેશને નવી દિશા આપશે. આ કોઈ દેશના વિરુદ્ધ નહોતુ. આ કોઈપણ
આંતરરાષ્ટ્રીય કાનૂન અથવા સંધિ સમજોતાનુ ઉલ્લંઘન કરતુ નથી. અમે આધુનિક ટેકનોલોજીનો
ઉપયોગ દેશના 130 કરોડ નાગરિકોની સુરક્ષા માટે કર્યો છે. એક મજબૂત ભારતનુ
હોવુ ઘણુ જરૂરી છે. અમારો લક્ષ્ય યુદ્ધનો માહોલ બનાવવો નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો