શુક્રવાર, 3 ઑગસ્ટ, 2018


આસામમાં લાખો લોકો માટે 7 ઓગસ્ટ સાબીત થશે રેડ લેટર ડે


- જેમના નામ રજિસ્ટરમાં નથી તેઓને નાગરિક હોવાનો દાવો કરવાની તક મળશે

આસમમાં વસી ગયેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઓળખવા માટે બનાવાયેલા નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન પરનો વિવાદ ચાલુ છે ત્યારે 7 ઓગષ્ટનો દિવસ આસામમાં વસનારા હજારો લોકો માટે રેડ લેટર ડે સાબીત થશે.

કારણકે આ જ દિવસે રજિસ્ટરમાં જેમના નામ નથી તેવા લગભગ 40 લાખ લોકો 2500 એનઆરસી સેન્ટર પર જઈને જાણી શકશે કે તેમનુ નામ લિસ્ટમાં કયા કારણસર નથી.

એવી આશા રખાઈ રહી છે કે આ દિવસથી શરુ થનારા NRC ક્લેમમાં કેટલાકના રાહત મળશે તો કેટલાકને ગેરકાયદેસર રીતે રહેતા હોવાનુ લેબલ લાગશે.

બીજી તરફ 39 વિદેશી પરિવારો એવા પણ છે જેમના નામ ભૂલથી એનઆરસીમાં સામેલ થઈ ગયા છે.આ અંગે તંત્રનુ કહેવુ છે કે આ પરિવારોના નામ ફાઈનલ લિસ્ટથી હટાવવામાં આવશે.

દરમિયાન કોર્ટે એનઆરસી કો ઓર્ડિનેટરને નિર્દેશ આપ્યો છે કે જેમના નામ લિસ્ટમાં નથી તેમના દાવાની નિષ્પક્ષ રીતે ચકાસણી કરવામાં આવે.આવા લોકો એનઆરસી સમક્ષ પોતાનો દાવો 30 ઓગષ્ટથી રજૂ કરી શકશે અને તેની ચકાસણી 28 સપ્ટેમબર સુધીમાં પુરી કરાશે.

આ માટે 2500 સેવા કેન્દ્રો પર ફોર્મ ઉપલબ્ધ કરાવાશે.લોકોના થનારા ધસારાને ધ્યાનમાં રાખીને આ કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો