2014માં ગણિતજ્ઞા મંજુલ
ભાર્ગવને ફિલ્ડ મેડલ મળ્યો હતો
- સતત બે વખત ભારતીયને ગણિતનું
નોબેલ ફિલ્ડ મેડલ મળવાની અભૂતપૂર્વ ઘટના
- 2018માં ભારતીય મૂળના અક્ષય
વેંકટેશને મેડલ અપાયો છે
ભારતીય
સંશોધકોનું ગણિત અત્યંત પાક્કું હોવાનું વધુ એક વખત સાબિત થયું છે. સતત બીજી વખત
ભારતના સંશોધક-ગણિતશાસ્ત્રીને નોબેલ સમકક્ષ ગણાતો ફિલ્ડ મેડલ અપાયો છે. આ વખતે
ભારતીય મૂળના ઓસ્ટ્રેલિય ગણિતશાસ્ત્રી અક્ષય વેંકટેશને ફિલ્ડ મેડલ અપાયો છે. તો આ
પહેલા ૨૦૧૪માં ભારતીય મૂળના મેથેમેટિશિયન મંજુલ ભાર્ગવને અપાયો હતો. ફિલ્ડ મેડલ દર
ચાર વર્ષે અપાય છે.
માટે સતત બે વખત ભારતના સંશોધકની પસંદગી થઈ હોવાની આ અભૂતપૂર્વ
ઘટના છે. અતી પ્રતિષ્ઠિત ફિલ્ડ મેડલ દર વર્ષે 'આંતરરાષ્ટ્રીય
મેથેમેટિકલ યુનિટ' દ્વારા આપવામાં આવે છે. એવોર્ડ માટે
એવા લોકોની જ પસંદગી કરવામાં આવે છે, જેમની ઊંમર ૪૦
વર્ષથી ઓછી હોય. ચાર વર્ષે અપાતો હોવાથી મેડલ કોઈ એક ગણિતશાસ્ત્રીને આપવાને બદલે
બે-ત્રણ-કે ચાર વચ્ચે વહેંચવામાં આવે છે. આ વખતે પણ કુલ ચાર ગણિતશાસ્ત્રીની પસંદગી
કરવામાં આવી હતી, જેમાંના એક અક્ષય હતા.
મંજુલ ભાર્ગવને
ફિલ્ડ મેડલ મળ્યો ત્યારે તેઓ અમેરિકાની જગવિખ્યાત પ્રિસ્ટન યુનિવર્સિટીમાં
પ્રોફેસર હતા. પ્રિસ્ટન એટલે એ યુનિવર્સિટી જ્યાં મહા-વિજ્ઞાની ડો.આલ્બર્ટ
આઈન્સ્ટાઈન પણ પ્રોફેસર હતા. મંજુલ ભાર્ગવને ભૂમિતિમાં અસાધારણ પ્રદાન અને નવી
થિયરીઓ બદલ આ મેડર્લ અપાયો હતો. એ પછી મંજુલને ભારત સરકારે ૨૦૧૫માં પદ્મ ભૂષણથી પણ
સન્માનિત કર્યા હતા.
મંજૂલ ભાર્ગવના દાદા પુરષોત્તમ લાલ એ જમાનામાં સંસ્કૃતના
પ્રખર વિદ્વાન હતા. સંસ્કૃતનો એ વારસો મંજુલમાં પણ ઉતર્યો છે. તેઓ સંસ્કૃત કવિતાના
સારા જાણકાર છે. સાથે સાથે તેઓ તબલા પણ વગાડી જાણે છે. ઝાકીર હુસૈન સાથે પણ તેમણે
તબલા વગાડયા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો