રવિવાર, 5 ઑગસ્ટ, 2018


મળો મિઝોરમમાં રહેતા દુનિયાના સૌથી મોટા પરિવારને
The full monty: The Ziona family in its entirety with all 181 members

- જિઓના ચાનાને એક, બે નહી 39 પત્નીઓ છે


દુનિયાનો સૌથી મોટો પરિવાર કેવી રીતે રહે છે તે જોવુ હોય તો મિઝોરમની મુલાકાત લેવી પડે. આ પરિવારમાં 181 સભ્યો છે અને તેઓ જે ઘરમાં રહે છે તે 100 રુમનુ છું.

ઘરના મુખિયા જિઓના ચાનાને એક બે નહી પુરી 39 પત્નીઓ છે. જિઓનાને તેમનાથી 94 બાળકો થયા છે. આ બાળકોમાંથી કેટલાકના લગ્ન થઈ ચુક્યા હોવાથી ઘરમાં 14 વહુઓ પણ છે અને 33 પૌત્ર પૌત્રીઓ પણ છે.

જિઓનાના મોટા પુત્ર નુપરલિયાનાનાની પત્ની થેલેંજી કહે છે કે પરિવારમાં કોઈ તકલીફ નથી,કોઈના ઝઘડા નથી, ભોજન બનાવવા સહિતના તમામ કામ અમે હળી મળીને કરીએ છે. પરિવારની મહિલાઓ ખેતી કરવામાં પણ મદદ કરે છે.

જિઓનાની સૌથી મોટી પત્નીના હાથમાં ઘરનુ સંચાલન છે. ઘરના કામની વહેંચણી પણ તેઓ જ કરે છે. એક સામાન્ય પરિવારને ઘર ચલાવવા માટે જેટલુ રેશન એક મહિનો ચાલે તેટલી ચીજ વસ્તુઓ આ પરિવારને એક દિવસ માટે જોઈતી હોય છે. એક દિવસમાં આ પરિવાર 45 કિલો ચોખા, 25 કિલો દાળ, ડઝનબંધ ઈંડા, 60 કિલો શાકની જરુર પડે છે.રોજ 20 કિલો ફળ ઘરના સભ્યો ખાય તે અલગ.
પરિવારમાં જન્મદિવસની ઉજવણી થાય છે.ભલે બધા સભ્યો એક બીજાના નામ યાદ રાખવામાં મુશ્કેલી અનુભવતા હોય છે પણ જન્મ દિવસ કોઈને કોઈને યાદ આવી જતો હોય છે. એક જ પરિવારમાં આટલી મોટી સંખ્યામાં મતદારો હોવાથી રાજકીય રીતે પણ તેમની નોંધ લેવાય છે.રાજકીય પક્ષો આ પરિવારને મહત્વ આપે છે. જિઓનાના પરિવારની ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધ લેવાઈ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો