સોમવાર, 27 નવેમ્બર, 2017

ન્યૂઝિલેન્ડે 'રોબોટ રાજકારણી' બનાવ્યો: ૨૦૨૦ની ચૂંટણી લડશે!

SAM



- એક નવી લોકશાહીના એંધાણ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશ્વને કયાં લઇ જશે?

- પૂર્વગ્રહ વગરનું રાજકારણ વિશ્વને આતંકવાદ મુક્ત કરશે! : બુદ્ધિશાળી માનવી કૃત્રિમ બુદ્ધિ ધરાવતા રોબો

પૂર્વગ્રહોના કારણે જ વૈશ્વિક નેતાઓ ક્લાઇમેટ ચેન્જ જેવી મુશ્કેલીનો ઉપાય શોધી નથી શકતા: વિજ્ઞાની ગેરિટ્સન 'સેમ' હાઉસિંગ, શિક્ષણ અને ટેક્નોલોજી સંબંધિત નીતિઓના પૂર્વગ્રહોથી મુક્ત જવાબ આપવા સમર્થ વિશ્વના અનેક દેશો વચ્ચે અંતર વધી રહ્યું છે ત્યારે આ ટેક્નોલોજી ઉપયોગી થશે એવો ગેરિટ્સનનો દાવો.

માણસોની દુનિયામાં રોબોટની દખલગીરી સતત વધી રહી છે. જોકે, આ દખલગીરી માટે માણસોની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધુને વધુ વિકાસ કરવાની ભૂખ જ જવાબદાર છે. અત્યાર સુધી આપણે સાંભળતા હતા કે, માણસનું ફલાણું કે ઢીંકણું કામ કરી શકે એવો રોબોટ વિકસાવાયો છે. જોકે, હવે એવો રોબોટ બનાવાયો છે, જેનામાં નેતા જેવા ગુણ હશે. આ પરાક્રમ ન્યૂઝીલેન્ડના નિક ગેરિટ્સન નામના વિજ્ઞાનીએ કર્યું છે. આ પહેલાં દુનિયાના કોઈ દેશના વિજ્ઞાાનીઓએ આવો રોબોટ બનાવ્યો નથી. ૪૯ વર્ષીય આંતરપ્રિન્યોર ગેરિટ્સને દાવો કર્યો છે કે, આ પહેલાં કોઈએ આવો કૃત્રિમ બુદ્ધિ ધરાવતો રોબોટ બનાવ્યો નથી.


આ રોબોટનું નામ 'સેમ' રાખવામાં આવ્યું છે. 

સેમ હાઉસિંગ, શિક્ષણ અને ટેક્નોલોજી સંબંધિત નીતિઓના જવાબ આપી શકે. આ ઉપરાંત સ્થાનિક મુશ્કેલીઓના પણ તે જવાબ આપે છે.  ન્યૂઝીલેન્ડમાં ૨૦૨૦માં થનારી સામાન્ય ચૂંટણીઓમાં પણ સેમનું ઉમેદવારી પત્ર ભરવામાં આવશે.  

એટલે કે, સેમ ચૂંટણી લડશે. અત્યારના રાજકારણમાં જાતભાતના પૂર્વગ્રહો રાખવામાં આવે છે. આ જ કારણસર રાજકારણીઓ ક્લાઇમેટ જેવી અનેક મુશ્કેલીઓનો ઉપાય નથી શોધી શકતા. કૃત્રિમ બુદ્ધિ ધરાવતો આ રોબોટ રાજકારણી ફેસબુક મેસેન્જર થકી પણ લોકોને જવાબ આપવાનું શીખી રહ્યો છે. ગેરિટ્સન કહે છે કે, રોબોટના અલગોરિધમમાં માણસના પૂર્વગ્રહોની અસર થઈ શકે છે, પરંતુ ટેક્નોલોજીની મદદથી તેનો પણ ઉકેલ લાવી શકાય છે. આ ટેક્નોલોજી ભલે સંપૂર્ણ ના હોય પણ વિવિધ દેશો વચ્ચે સતત અંતર વધી રહ્યું છે ત્યારે આ ટેક્નોલોજી ઉપયોગી સાબિત થઈ શકે છે. ગેરિટ્સને દાવો કર્યો છે કે, તેઓ આગામી બે-ત્રણ વર્ષમાં સેમને એક આદર્શ રાજકારણી તરીકે તૈયાર કરી દેશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો