સોમવાર, 27 નવેમ્બર, 2017

ફાઈનલમાં પાકિસ્તાનને પછાડીને ભારત એશિયન કબડ્ડીમાં ચેમ્પિયન



- ભારતીય મેન્સ ટીમે એક પણ મેચ ગુમાવ્યા વિના વિજેતા

- વિમેન્સ ટીમે કોરિયાને હરાવી ટાઇટલ જીત્યું

કબડ્ડીના વર્લ્ડ ચેમ્પિયન ભારતે તેના પરંપરાગત હરિફ એવા પાકિસ્તાનને ૩૬-૨૨થી હરાવીને ઈરાનમાં યોજાયેલી એશિયન કબડ્ડી ચેમ્પિયનશીપ જીતી લીધી હતી. મેન્સ કબડ્ડીની ઈવેન્ટમાં ભારતે બે દિવસમાં બીજી વખત પાકિસ્તાનને પછડાટ આપી હતી. ગઈકાલે રમાયેલી ગ્રુપ સ્ટેજની આખરી મેચમાં ભારતે પાકિસ્તાનને ૪૪-૧૮થી હરાવ્યું હતુ. આ સાથે ભારતે ટુર્નામેન્ટમાં અજેય રહેતા ચેમ્પિયનશીપ જીતી હતી.


ભારતે ગ્રુપ સ્ટેજમાં ઈરાકને ૬૧-૨૧, જાપાનને ૮૨-૧૬થી અને અફઘાનિસ્તાનને ૧૦૩-૨૫થી હરાવ્યું હતુ. સેમિ ફાઈનલમાં ભારતે સાઉથ કોરિયાને ૪૫-૨૯થી હરાવ્યું હતુ. જ્યારે પાકિસ્તાને બીજી સેમિ ફાઈનલમાં આખરી મિનિટમાં ઈરાનને ૨૮-૨૪થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતની મહિલા ટીમે ફાઈનલમાં કોરિયાને ૪૨-૨૦થી હરાવીને ટાઈટલ જીત્યું હતુ. મહિલા ટીમે સેમિ ફાઇનલમાં શ્રીલંકાને ૪૭-૧૭ થી હરાવ્યું હતુ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો