શુક્રવાર, 27 જુલાઈ, 2018

સોનમ વાંગચૂક અને ભરત વટવાનીને એશિયાનો નોબેલ ગણાતો રેમન મેગ્સેસે પુરસ્કાર


- ૨૦૧૮ના વર્ષનો એવોર્ડ બે ભારતીયો સહિત છ એશિયનોને એનાયત થશે

- ડૉ. વટવાનીએ અસંખ્ય માનસિક બીમારોની સારવાર કરી છે:શિક્ષણ, સંસ્કૃતિ અને પર્યાવરણ માટે વાંગચૂકનું ઉદાહરણરૃપ પ્રદાન
Image result for ramon magsaysay award 2018

એશિયાનો પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે પુરસ્કાર-૨૦૧૮ માટે કુલ છ એશિયનોના નામની જાહેરાત કરવામાં આવી હતી. એ યાદીમાં સોનમ વાંગચૂક અને ભરત વટવાની એમ બે ભારતીયોનો પણ સમાવેશ થાય છે. આ બંને મહાનુભાવોએ જાહેર જીવનમાં ઉદાહરણરૃપ કાર્ય કર્યું છે.

એશિયામાં નોબલ પારિતોષિક ગણાતા રેમન મેગ્સેસ એવોર્ડની જાહેરાત થઈ હતી. 

જાહેર જીવનમાં ઉમદા કામગીરી કરનારા છ એશિયનોને ૨૦૧૮ના વર્ષનો રેમન મેગ્સેસ એવોર્ડ મળશે

ભારતના સામાજિક કાર્યકર્તાઓ - સોનમ વાંગચૂક અને ભરત વટવાની આ એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે.

સોનમ વાંગચૂકે શિક્ષણ, સંસ્કૃતિ અને પર્યાવરણ માટે કાર્ય કર્યું છે. થ્રી ઈડિયટમાં આમિર ખાન અભિનિત ફૂંસૂક વાંગડૂનું પાત્ર સોનમ વાંગચૂક પરથી પ્રેરિત હતું. ઓપરેશન ન્યૂ હોપ માટે સોનમ ભારતભરમાં જાણીતા છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા વાંગચૂક લદાખમાં વિદ્યાર્થીઓને કોચિંગ પણ આપે છે.

ડૉ. ભરત વટવાનીએ અસંખ્ય માનસિક બીમાર લોકોની સારવાર કરીને તેમને પરિવાર સુધી મિલન કરાવવાનું ઉદાહરણીય કાર્ય કર્યું છે. ૧૯૮૮થી ડૉ. ભરત વટવાનીએ રસ્તે રઝળતા માનસિક અસ્થિર લોકો માટે સેવાકીય પ્રવૃત્તિ શરૃ કરી હતી. એ પ્રવૃત્તિ પછી માત્ર તેમની સારવાર પૂરતી સીમિત ન રાખતા તેમણે આ ગરીબ માનસિક બીમાર લોકોને ખાવા-રહેવાની સુવિધા આપવા સુધી અને તેનાથીય આગળ વધીને તેમના પરિવાર સુધી મિલન કરાવવા સુધી વિસ્તારી હતી.


ફિલિપાઈન્સના પૂર્વ પ્રમુખ રેમન મેગ્સેસના સન્માનમાં આપવામાં આવતો આ એવોર્ડ આ વર્ષ માટે જે છ લોકોને આપવામાં આવ્યો છે 

એમાં બે ભારતીયો ઉપરાંત ફિલિપાઈન્સના હોવર્ડ ડી, ઈસ્ટ ટિમોરના મારિયા ડી ક્રુઝ, કંબોડિયાના યોક ચેંગ અને વિએટનામના વો થી યેનનો સમાવેશ થાય છે. છ વિજેતાઓમાં મારિયા ડી ક્રુઝ અને વો થી યેન- એમ બે મહિલાઓ પણ સામેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો