ભારત સાથે સંબંધ મજબૂત બનાવવા
અમેરિકાની સંસદમાં બિલ રજૂ થયુ
- અમેરિકા-ભારત વચ્ચે સંરક્ષણ અને
આર્થિક સહયોગ વધારવાની ભલામણ
- ભારતીય મૂળના સાંસદ અમી બેરા સહિતના
વગદાર સાંસદોએ યુએસ-ઈન્ડિયા ઈનહેન્સ કો-ઓપરેશન એક્ટ નામનું બિલ રજૂ કર્યું
ભારત અને
અમેરિકા વચ્ચે સંબંધો વધુ મજબૂત બને એવી હિમાયત અમેરિકાના કેટલાક પ્રતિષ્ઠિત અને
વગદાર સાંસદોએ કરી હતી.
અમેરિકી
કોંગ્રેસમાં બિલ રજૂ થયું હતું, જેમાં ભારત સાથે
સંબંધો વિસ્તરવાની ભલામણ થઈ હતી.
અમેરિકાના
સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવાનું
બિલ રજૂ કર્યું હતું.
યુએસ-ઈન્ડિયા
ઈનહેન્સ કો-ઓપરેશન એક્ટ બિલ રજૂ કરીને ભારતીય મૂળના સાંસદ એમી બેરા, તુલસી ગબાર્ડ ઉપરાંત જોર્જ હોલ્ડિંગે ભારત સાથે સંરક્ષણ અને આર્થિક સહયોગ
વધારવાથી અમેરિકાના લાંબાંગાળે ફાયદો થશે એવો મત વ્યક્ત કર્યો હતો.
આ બિલમાં
સંરક્ષણ સહયોગની બાબતે ભારતને સૌથી નજીકનું સહયોગી બનાવવું જોઈએ એવું કહીને આ સાંસદોએ
રજૂઆત કરી હતી કે અમેરિકા-ભારત વચ્ચે હિંદ મહાસાગરમાં સહયોગ વધે તે વૈશ્વિક શાંતિ
માટે જરૃરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો