શુક્રવાર, 27 જુલાઈ, 2018

આજે રાત્રે ૧૧:૫૪થી સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ:૬૫ વર્ષ બાદ સંપૂર્ણ 'બ્લડમૂન' જોવા મળશે

Image result for blood moon

-રાત્રે ૧૧:૫૪થી મધ્યરાત્રિના ૧0:૫૧ સુધી ચંદ્રગ્રહણમાં ચંદ્ર સંપૂર્ણ ઢંકાઇ જશે

-ભારતમાં દેખાનારા ચંદ્રગ્રહણને લીધે મંદિરોના સમયમાં પરિવર્તન 'બ્લડમૂન'નો નજારો જોવા ખગોળરસિકોમાં આત

વિક્રમ સંવત ૨૦૭૫માં કુલ પાંચ ગ્રહણનો યોગ છે, જેમાંથી બે ચંદ્ર ગ્રહણ-ત્રણ સૂર્ય ગ્રહણ છે. આ પૈકી ભારતમાં દેખાનારું એકમાત્ર ચંદ્રગ્રહણ  આજે છે. આજે બપોરે ૧૨:૫૪ કલાકે વેધનો પ્રારંભ થશે જ્યારે ગ્રહણ સ્પર્શ રાત્રે ૧૧:૫૪ના છે. ગ્રહણ મધ્ય રાત્રે ૧0:૫૧ના છે જ્યારે રાત્રે ૩:૪૯ના ગ્રહણ મોક્ષ થશે. આમ, ચાર કલાક સાથે આ વખતનું ચંદ્રગ્રણ સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ બની રહેશે. સામાન્ય રીતે ચંદ્રગ્રહણ એક અથવા દોઢ કલાક હોય છે.

હવે આટલું લાંબુ ચંદ્રગ્રહણ વર્ષ ૨૦૯૯માં જ જોવા મળી શકે છે. આ ચંદ્ર ગ્રહણ ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપના દેશ, એન્ટાકર્ટિકામાં દેખાશે. ગ્રહણની રાત્રે મંગળ ગ્રહ પૃથ્વીની નજીક હશે અને આ કારણે તે વધારે ચમકદાર દેખાશે. 

શા માટે બ્લડ મૂન કહેવાય છે?


જ્યારે ચંદ્ર પૃથ્વીના પડછાયામાંથી પસાર થાય છે ત્યારે ચંદ્રના કલરમાં ફેરફાર થાય છે. પ્રથમ તબક્કામાં નારંગી રંગ બાદ લાલાશ પકડતો જાય છે, તેથી તેને બ્લડ મૂન કહેવાય છે. 

આ એક દુર્લભ ઘટના છે. ધીમે ધીમે આ રંગ વધુ માત્રામાં જમા થતાં ચંદ્ર લાલ દેખાય છે, તેથી તેને બ્લડ મૂન કહેવાય છે. સૌરમંડળમાં ૧૫ વર્ષમાં પહેલી વખત પૃથ્વીથી નજીક આવી રહ્યો છે. ગ્રહણના સમયે પૃથ્વી અને ચંદ્ર એકબીજાથી આશરે ૫.૭૬ કરોડ કિ.મી. દૂર હશે. આજે મંગળ ગ્રહ પૃથ્વીથી વિપરીત દિશામાં હશે, એટલે કે મંગળ ગ્રહ સૂરજ અને પૃથ્વી એક જ સરખાં અંતર પર હશે. આ દિવસે દુનિયાભરમાં ચંદ્રગ્રહણનો અનોખો નજારો જોવા મળશે. જેમ તે પૃથ્વીના પડછાયામાં આવતો જશે તેમ તેમાં વધુ લાલાશ ચળકશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો