શુક્રવાર, 27 જુલાઈ, 2018

ભારત બ્રિક્સ દેશો સાથે મળીને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ કરવા તૈયાર છે: મોદી

Image result for brics meeting 2018

- બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દ. આફ્રિકાની બ્રિક્સ સમિટ યોજાઇ

- પૈસા કરતા કુશળતાને મહત્ત્વ આપવું જોઇએ, યુવાઓના વિકાસ માટે અભ્યાસક્રમો સુધારવા જરુરી: વડા પ્રધાન

- ટેક્નોલોજીને પ્લેટફોર્મ બનાવી આર્થિક વિકાસ કરવો શક્ય છે, જે લાભ ઉઠાવશે તે પ્રગતી કરશે તેવો દાવો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આફ્રિકામાં બ્રિક્સ દેશોના સમીટમાં ભાગ લીધો હતો. જે દરમિયાન પોતાના ભાષણમાં મોદીએ ઇન્ડસ્ટ્રીય ટેકનોલોજી, સ્કિલ ડેવલપમેન્ટ, કોઓપરેશન વિશે વાત કરી હતી. તેઓએ સાથે જણાવ્યું હતું કે ચોથી ઔધ્યોગિક ક્રાંતી માટે બ્રિક્સ સાથે મળીને કામ કરવા માગે છે ભારત. સાથે આ દિશામાં અન્ય દેશોએ પણ કામ કરવું જોઇએ તેવુ આહવાન મોદીએ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ચોથી ઔધ્યોગિક ક્રાંતીનું નાણાના હિસાબે ઘણુ જ વધુ મહત્વ રહ્યું છે.

બ્રિક્સ એ પાંચ મુખ્ય દેશો ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકાનું એક સંગઠન છે. 

બ્રિક્સમાં પહેલા ચાર દેશો હતા, બાદમાં ૨૦૧૦માં દક્ષિણ આફ્રિકાનો સમાવેશ કરવામાં આવ્યો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો