શુક્રવાર, 27 જુલાઈ, 2018

પશ્ચિમ બંગાળનું નામ બદલીને બાંગ્લા રાખવા વિધાનસભામાં ઠરાવ પસાર


Image result for west bengal

- ક્કાવારી પ્રમાણે 'ડબલ્યુ'ના કારણે દરેક બાબતમાં પશ્ચિમ બંગાળને છેલ્લે તક મળતી હતી

- જો કે અંતિમ મંજૂરી તો કેન્દ્રના ગૃહ મંત્રાલયની લેવી પડશે, જેની રાહ જોવાય છે

પશ્ચિમ બંગાળની વિધાનસભાએ આજે રાજ્યનું નામ બાંગ્લા કરવાનો  ઠરાવ પસાર કર્યો હતો.

ત્રણ ભાષા (હિન્દી, બંગાળી અને અંગ્રેજી)માં હવે આ રાજ્યને 'બાંગ્લા' તરીકે જ ઓળખવામાં આવશે.

કક્કવારી પ્રમાણે વેસ્ટ બેંગાલ કામની યાદીમાં છેલ્લે આવતું હોવાના કારણે અનેક વખતે પુરતી તક મળતી નહતી. હવે અંગ્રેજી ભાષામાં 'બી'શબ્દ આવી જવાથી યાદીમાં રાજ્યનું નામ આગળ પોકારવામાં આવશે.


જો કે રાજ્યે કરેલા ઠરાવને અંતિમ મંજૂરી માટે કેન્દ્રના ગૃહ ખાતાની મંજૂરીની રાહ જોવી પડશે.અગાઉ કેન્દ્રે રાજ્ય સરકારની ત્રણ અલગ અલગ ભાષાના નામોની દરખાસ્તને ફગાવી દીધી હતી. જેમાં બંગાળીમાં બાંગ્લા, અંગ્રજીમાં બેંગાલ અને હિન્દીમાં બંગાલ નામોની દરખાસ્ત કરવામાં આવી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો