શુક્રવાર, 10 ઑગસ્ટ, 2018


આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા 100 કરોડનું મ્યુઝિયમ બનશે


-નિઝરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આદિવાસી દિનની ઉજવણી
તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકા મથકે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઝાદી સમયે બલિદાન આપનારા આદિવાસી વિરોને યાદ કર્યા હતા. વિશાળ કાર્યક્રમમાં તેમણે ટુંકુ ભાષણ આપ્યું હતું અને નવી કોઇ જાહેરાત કરી નથી.
નિઝર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રથમવાર આદિવાસી વિસ્તારમાં ઉપસ્થિત રહી આદિવાસી સમાજના લોકો સાથે કાર્યક્રમની ઉજવણી કરી હતી. કાર્યક્રમ પૂર્વે નિઝર તાલુકા મથકે રેલીનું આયોજન થયું હતું. જેમાં આદિવાસી સમાજના દેવી-દેવોના વેશભૂષામાં સવાર ઘોડેસવારોએ અનેરૂં આકર્ષણ જમાવ્યું હતું.

કાર્યક્રમમાં માત્ર ૧૨ મીનીટના ટુંકા પ્રવચન દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિવાસી વિર સપૂતોને યાદ કર્યા હતા:
સોમનાથની રક્ષા માટે વેગડા ભીલ
રજવાડાઓની રક્ષા માટે તાત્યાભીલ
રૂપા નાયક બિરસામુંડા
જેવા ક્રાંતિકારોએ શહિદી વહોરી હતી. સરકારે અનોખી પરંપરાનો પ્રારંભ કરીને આદિવાસી દિને આદિવાસી સંસ્કૃતિની વિરાસતને ઉજાગર કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
સરકાર રાજપીપળા ખાતે ૧૦૦ કરોડના ખર્ચે અલગ મ્યુઝિયમ બનાવશે.
તથા ૪૦ એકર વિસ્તારમાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટીનું નિર્માણ કરશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો