બુધવાર, 21 જૂન, 2017


અમદાવાદમાં યોગ દિવસે સર્જાયા નવા વિશ્વ વિક્રમ

આજે વહેલી સવારે, વિશ્વ યોગ દિન નિમિતે અમદાવાદમાં યોગગુરુ બાબા રામદેવની આગેવાનીમાં વિશ્વ રેકોર્ડ સર્જવા માટે મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈને યોગ કર્યા હતા.

આ પ્રસંગે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, સીએમ વિજય રુપાણી, ડે. સીએમ નીતિન પટેલ સહિતના નેતાઓ પણ આજે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપસ્થિત રહ્યા હતા. આજે દુનિયાના વિવિધ દેશોમાં પણ યોગ દિનની ઉજવણી થઈ રહી છે.

આજે સૌથી વધુ સંખ્યામાં એકત્ર થઈને એક મિનિટમાં પુશ અપ્સ, સૌથી લાંબા સમય સુધી શિર્ષાશન કરવા જેવા રેકોર્ડ્સની દાવેદારી નોંધાવી હતી. ચાર લાખ લોકો એક સાથે યોગા કરવાનો નવો વિશ્વવિક્રમ પણ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં નોંધાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો