હવે ડ્રાઈવિંગ લાયસન્સ જોડે રાખવાની ઝઝંટમાંથી મળશે છુટકારો
જો આપને ડ્રાઈવિંગ લાયસન્સ અને ગાડીની RC બુક રાખવાની ઝઝંટથી છુટકારો જોઈએ છે અને જો તમે આ બંને
મહત્વની વસ્તુને ઘરે ભૂલી જાઓ તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે આવુ થશે
તોય પોલીસ તમને મેમો આપશે નહીં. કેમકે હવે આ બંને ડોક્યુમેન્ટની હાર્ડકોપીને જોડે
રાખવાની જરૂરિયાત ઉપર પૂર્ણ કરી દેવાઈ છે. તમે તેની સોફ્ટકોપી સાથે રાખી શકશો
પરંતુ તે તમારા ડિજિટલ લોકરમાં હોવી જોઈએ. જેમાંથી ટ્રાફિક પોલીસ તમારા ડ્રાઈવિંગ
લાયસન્સને વેરીફાઈ કરશે.
શું છે ડિઝીટલ લોકર?
શું છે ડિઝીટલ લોકર?
ડિજિટલ લોકર PM નરેન્દ્ર
મોદીના મહત્વાકાંક્ષી ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમનો મહત્વનો ભાગ છે. ડિજિટલ લોકરનો
ઉદ્દેશ ભૌતિક દસ્તાવેજોનો ઓછો ઉપયોગ કરવા અને એજન્સીઓની વચ્ચે ઈ-દસ્તાવેજોના
આદાન-પ્રધાનને પ્રોત્સાહન આપવાનો છે. જેમાં એકાઉન્ટ બનાવીને તમે જન્મનું
પ્રમાણપત્ર, પાસપોર્ટ, શૈક્ષણિક
પ્રમાણપત્ર જેવા મહત્વના દસ્તાવેજોને ઓનલાઈન સ્ટોર કરી શકો છો. ડિજિટલ લોકરમાં
ઈ-સાઈનની સુવિધા પણ છે જેનો ઉપયોગ ડિજિટલ રીતથી સહી કરવા માટે કરી શકાશે.
કેવી રીતે બનાવશો ડિજિટલ લોકર?
કેવી રીતે બનાવશો ડિજિટલ લોકર?
ડિજિટલ લોકર અથવા ડિજિલોકરનો ઉપયોગ કરવા માટે તમારે https://digitallocker.gov.inપર તમારુ એકાઉન્ટ બનાવવુ પડશે. જેના માટે તમારે તમારા
આધારકાર્ડ નંબરની જરૂર પડશે. સાઈટ પર સાઈનઅપ કરવા માટે આધાર નંબર માંગવામાં આવશે
અને બે વિકલ્પ યુઝરના વેરિફિકેશન માટે ઉપલબ્ધ છે. પહેલું ઓટીપી એટલે કે વન ટાઈમ
પાસવર્ડ જેના પર ક્લિક કરવાથી તમારો જે મોબાઈલ નંબર આધારકાર્ડમાં આપ્યો હશે તેમાં
આ પાસવર્ડ આવશે. જો તમે બીજો વિકલ્પ એટલે કે અંગૂઠાનું ચિહ્ન પસંદ કરશો તો એક પેજ
ખૂલશે જ્યાં આંગળીઓના નિશાન પર પોતાના અંગૂઠાનું નિશાન લગાવવું પડશે. જો નિશાન વૈધ
છે તો પણ યુઝરનું વેરિફિકેશન થઈ શકશે અને તે બાદ તમે પોતાનું યુઝર નેમ અને પાસવર્ડ
ક્રિએટ કરી શકશો.
સરકારી વિભાગો અને એજન્સીઓની સાથે કરી શકશો શેર
સરકારી વિભાગો અને એજન્સીઓની સાથે કરી શકશો શેર
તમે જે પણ પેપર અપલોડ કરો છો અથવા વિભિન્ન એજન્સીઓ તમને
પેપર આપે છે તેની સામે શેરનો વિકલ્પ આપ્યો હશે જેમાં તમે શેરના વિકલ્પ પર ક્લિક
કરશો તો એક ડાયલોગ બોક્સ ખૂલશે. એ ડાયલોગ બોક્સમાં તમે જે પણ વ્યક્તિ અથવા
સંસ્થાને જે પેપર શેર કરવા માંગો છો તેમનો ઈ-મેલ આઈડી નાખશો અને શેર પર ક્લિક કરશો
તો તેના સંબંધિત મેલ આઈડી પર પેપરોની લિંક મેલ થઈ જશે, જેનો તે ઉપયોગ કરી શકશે.
આ લોકરમાં PDF, JPG.JPEG, PNG, BMP, GIF ફોરમેટની ફાઈલો સેવ કરી શકાશે. અપલોડ કરવામાં આવતી ફાઈલોની સાઈઝ 1 MB થી વધારે ના હોવી જોઈએ. અત્યારે દરેક યુઝરોને 10 MBની સ્પેસ મળશે જેને પછી વધારીને 1 GB કરવાનો પ્રસ્તાવ છે. આ સુવિધાથી ઓનલાઈન ડોક્યુમેન્ટની પ્રામાણિકતા સુનિશ્ચિત થશે.
ડિજિટલ લોકર શા માટે?
આ લોકરમાં PDF, JPG.JPEG, PNG, BMP, GIF ફોરમેટની ફાઈલો સેવ કરી શકાશે. અપલોડ કરવામાં આવતી ફાઈલોની સાઈઝ 1 MB થી વધારે ના હોવી જોઈએ. અત્યારે દરેક યુઝરોને 10 MBની સ્પેસ મળશે જેને પછી વધારીને 1 GB કરવાનો પ્રસ્તાવ છે. આ સુવિધાથી ઓનલાઈન ડોક્યુમેન્ટની પ્રામાણિકતા સુનિશ્ચિત થશે.
ડિજિટલ લોકર શા માટે?
આ પ્રકારની સુવિધા માટે ડિજિટલ લોકરમાં સેવ કરવામાં આવેલા
ડોક્યુમેન્ટને જ માન્યતા આપવામાં આવી છે. જેનું કારણ એ છે કે આમાં નકલીકાંડની કોઈ
ચિંતા જ નહીં કેમ કે આના પર એકાઉન્ટ બનાવવા માટે તમારે આધારકાર્ડની જરૂર હોય છે.
જેના માટે એક સરળ અને ચોખ્ખી પ્રક્રિયા છે. આ સુવિધાથી ઓનલાઈન ડોક્યુમેન્ટની
પ્રામાણિકતા સુનિશ્ચિત થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો