મંગળવાર, 30 જુલાઈ, 2019


આનંદીબેન પટેલે યુપીના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા

- પૂર્વ રાજ્યપાલ રામ નાઈકે કાર્યભારની સોંપણી કરી
- પ.બંગાળ, ત્રિપુરા, મ.પ્રદેશ, બિહાર અને નાગાલેન્ડમાં નવા રાજ્યપાલની નિયુક્તિ
 
મધ્ય પ્રદેશના પૂર્વ ગવર્નર આનંદીબેન પટેલે સોમવારથી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. પૂર્વ રાજ્યપાલ રામ નાઈકની ઉપસિૃથતિમાં આનંદીબેન પટેલે સોમવારે પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા હતા. 
લખનૌના રાજભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ગોવિંદ માથુરે નવનિયુક્ત રાજ્યપાલ આનંદીબેન પટેલને શપથ ગ્રહણ કરાવ્યા હતા.
પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી ચુકેલા રાજ્યપાલ રામ નાઈકે આનંદીબેનને કાર્યભારની સોંપણી કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 20 જુલાઈના રોજ મહત્વનો ફેરફાર કરીને આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા.
તેમણે ઉત્તર પ્રદેશ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મધ્ય પ્રદેશ, બિહાર અને નાગાલેન્ડમાં પણ નવા રાજ્યપાલની નિયુક્તિ કરી હતી. મધ્ય પ્રદેશમાં આનંદીબેન પટેલના સૃથાને લાલજી ટંડનને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. લાલજી ટંડન અગાઉ બિહારના રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળતા હતા. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો