આજે બાબરી ધ્વંસની વરસી હોવાથી કડક સુરક્ષાના કેન્દ્ર સરકારના આદેશ
- રામ મંદિરના વિવાદ વચ્ચે અયોધ્યામાં મોટા પાયે સુરક્ષાકર્મીઓ તૈનાત, બાકી રાજ્યોમાં સંવેદનશીલ વિસ્તારો પર ચાંપતી નજર રાખાશે
બાબરી મસ્જિદ ધ્વંશ કર્યાની વરસીનો દિવસ નજીક આવી રહ્યો હોવાથી કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને સુરક્ષા વ્યવસ્થા જળવી રાખવા માટે એક સુચના જારી કરી છે. દેશમાં કોઇ પણ સ્થળે આ દિવસે શાંતીનો ભંગ ન થવો જોઇએ, અને આ માટે સુરક્ષા વધારવાની જવાબદારી રાજ્ય સરકારોની રહેશે તેવી સુચના અપાઇ છે.
કેન્દ્ર શાસીત પ્રદેશો અને રાજ્યોને સંવેદનશિલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવાની સરકારે સુચના જારી કરી છે. બાબરી ધ્વંશની ૬ ડિસેમ્બરે ૨૫મી વરસી હોવાથી કોઇ હિંસાજનક ઘટના ન બને માટે આ સુરક્ષા વધારવા આ સુચના જારી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બાબરી ધ્વંશની વરસીએ કોઇ ધરણા પ્રદર્શન થઇ શકે છે.
આવી પરિસ્થિતિમાં પણ રાજ્યોમાં શાંતી જળવાઇ રહે તેની તકેદારી સરકારે રાખવી. ખાસ કરીને જાહેર સ્થળો જેમ કે રેલવે, બસ સ્ટેશન, સંવેદનશિલ વિસ્તારોમાં આવેલા ધાર્મીક સ્થળો વગેરે સ્થળો પર સુરક્ષા વધારવાની સુચના અપાઇ છે. આ ઉપરાંત અયોધ્યા અને ઉત્તર પ્રદેશમાં પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. જે વિસ્તારમાં બાબરી મસ્જિદ આવેલી છે ત્યાં સીસીટીવી કેમેરા પણ ગોઠવી લેવામાં આવ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો