રાષ્ટ્રપતિએ
પ્રદાન કર્યા પદ્મ પુરસ્કારો, ગુજરાતની 3 વ્યક્તિઓને પદ્મશ્રીથી નવાજાયાં
o
રાષ્ટ્રપતિ
રામનાથ કોવિંદે આજે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આ વર્ષના પદ્મ પુરસ્કાર અર્પણ
કર્યા હતા. કુલ 112 વ્યક્તિઓ પૈકી 56 વ્યક્તિઓનું આજે સન્માન થયું હતું.
ગુજરાતના મુક્તાબેન પંકજકુમાર ડગલી જેઓ દિવ્યાંગ કલ્યાણ સામાજિક કાર્યકર છે તેમને
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
જ્યારે
વલ્લભભાઈ વશરામભાઈ માલવણીયાને કૃષિ ક્ષેત્રે અનન્ય સેવા કરવા બદલ પદ્મશ્રીથી
સન્માનિત કરાયા હતા. સાથે જ ખ્યાતનામ આર્કીટેકટ બિમલ પટેલને રાષ્ટ્રપતિ રામનાથ
કોવિંદ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
આ વર્ષે
ગણતંત્ર દિનના રોજ કુલ 112 નામોની જાહેરાત કરી હતી. પુરસ્કાર વિજેતાઓ પૈકી પ્રથમ
તબક્કામાં 56 નામો સામેલ થયા હતા, જેમને આજે રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત
કરવામાં આવ્યા હતા. અન્ય 56 પુરસ્કારો માટે બીજો સમારોહ 16મી માર્ચના રોજ યોજાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો