નરેન્દ્ર મોદીએ દેશને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી સમર્પિત કરી
વડાપ્રધાન
મોદી રાતના જ અમદાવાદ પહોંચી ગયા છે. આજે વડાપ્રધાન મોદીએ નર્મદાના કેવડિયા જઈને
દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા દેશને સમર્પિત કરી.
દેશને
એક સૂત્રમાં બાંધનાર આઝાદ ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી
જન્મ જ્યંતી છે.
વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટેન્ટ સિટીનું ઉદ્ધાટન કર્યું. સ્ટેચ્યુ
ઑફ યુનિટી પાસેના વેલી ઑફ ફ્લોવર્સનું ઉદ્ધાટન કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નર્મદાના કિનારા કેવડિયા પહોંચ્યા.
આજે
૩૧મી ઓક્ટોબરે ભારતના લોખંડી પુરૃષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ વડાપ્રધાન
નરેન્દ્ર મોદી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ
યુનિટીનું લોકાર્પણ કર્યુ. ૩૦૦૦ કરોડ રૃપિયાના ખર્ચે બનેલી આ ભવ્ય પ્રતિમા વિશ્વની
એક અજાયબી બની જશે.
સરદાર
પટેલની પ્રતિમાને રાષ્ટ્રને સમર્પિત કરવાના આ જાજરમાન પ્રસંગે ભાજપનાં રાષ્ટ્રીય
અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ
વાળા, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ
મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતનું આખુ મંત્રીમંડળ ઉપસ્થિત રહ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઑફ યુનિટીના
અનાવરણના કાર્યક્રમમાં પહોંચ્યા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો