ભારતના વિજ્ઞાનીઓ-
એન્જિનિયરોએ ઈતિહાસ સર્જયો પરમાણુ મિસાઈલ સજ્જ સબમરિન અરિહંત નેવીમાં સામેલ
- સમુદ્રમાં
પરીક્ષણના પેટ્રોલિંગ માટે ગયેલ અરિહંત સોમવારે પરત ફરી, વડા પ્રધાને ક્રુ મેમ્બરને શુભકામના
પાઠવી
- સબમરીનમાં
તૈનાત 15 પરમાણુ
મિસાઇલોમાં 750 કિમી
જ્યારે 4 બેલેસ્ટિક
મિસાઇલોમાં 3500 કિમી સુધી
હુમલો કરવાની ક્ષમતા
ભારતને પહેલી પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ સબમરીન મળી ગઇ છે, આઇએનએસ અરિહંતે સમુદ્રમાં પોતાની પહેલી પરિક્ષણ પેટ્રેલિંગ
પુરી કરી દીધી હતી અને સોમવારે તે પરત સ્વદેશ પરત આવી ગઇ હતી. અરિહંતનો મતલબ છે
દુશ્મનોને નષ્ટ કરવા.
જમીન પર અગ્નિ મિસાઇલ, હવામાં લડાકુ વિમાન અને હવે
સમુદ્રમાં અરિહંતનો સમાવેશ થઇ ગયો છે. અરિહંત પેટ્રોલિંગ કરીને પરત ફર્યાની સાથે જ
ભારત એલિટ દેશોમાં સામેલ થઇ ગયો છે તેમ મોદીએ જણાવ્યું હતું. બાદમા મોદીએ અરિહંતની
સફળતા બદલ દરેક ક્રુ મેમ્બરને શુભકામના પાઠવી હતી.
આ સબમરીનની ખાશીયત એ છે કે તે જળમાં હુમલા માટે પણ પરમાણુ
હથિયારો સાથે સજ્જ હશે,અગાઉ જે પણ સબમરીન હતી તેમાં આ સુવિધા નહોતી. જેને પગલે હવે
ભારત સમુદ્રમાં પણ ચીન જેવા દેશોના હુમલાનો સામનો કરવા માટે સજ્જ થઇ ગયો છે.
સબમરીનનું વજન ૬૦૦૦ ટન છે. પ્રથમ પેટ્રોલિંગમાં સફળતા બાદ આ સબમરિનને ભારતે
કાર્યરત કરી દીધી છે અને હવે તે કોઇ પણ ઓપરેશન માટે તૈયાર છે.
આ સબમરીનમાં મિસાઇલો પણ સામેલ કરાઇ છે. જેની ક્ષણતા ૭૫૦ કિમી અને ૩૫૦૦ કિમી છે. એટલે કે સમુદ્રમાં પણ જો કોઇ દુશ્મન દેશની સબમરીનને તોડી પાડવી હોય તો આ સબમરીન હુમલા માટે સક્ષમ છે. ૧૫ જેટલી મિસાઇલો ૭૫૦ કિમી સુધી હુમલો કરી શકશે જ્યારે ૪ બેલેસ્ટિક મિસાઇલ ૩૫૦૦ કિમી સુધી હુમલો કરી શકે તે રીતે તૈયાર કરી છે.
આ સબમરિન આઇએનએસ અરિહંતને પહેલી વખત ૨૦૦૯માં વિશાખાપટનમમાં શિપ બિલ્ડિંગ સેંટરમાં લોંચ કરી હતી. આ વર્ષે ઓગસ્ટ માસમાં તેને સૈન્યને સોપી દેવામાં આવી હતી. જેણે પહેલી પરીક્ષા પસાર કરી લીધી છે. હવે તે સંપૂર્ણપણે હુમલો કરવા માટે સજ્જ છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો